SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ©©© જ્ઞાનધારા ગઈ જોઈએ. - પરંપરાગત ગોખાવવાની પદ્ધતિ છોડીને અલગ નવી પદ્ધતિઓ દ્વારા સમજાવવાની રીતો અપનાવવી જોઈએ. જેમકે, નાનીનાની વાર્તાઓ દ્વારા બાળકોને સમજાવવું જોઈએ. વાર્તા કહેવાની Proper Method હોય તો બાળકને બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. બાળકોના જીવનમાં વાર્તાનું ઘણું મહત્ત્વ રહેલું છે. તેઓમાં ગજબની કલ્પનાશક્તિ રહેલી હોય છે જેથી વાર્તાઓ તેઓને ખૂબ જ પસંદ પડે છે. જીવનમાં આવનારી મુસીબતો અને મૂંઝવતા પ્રશ્નોને વાર્તાના માધ્યમથી ખૂબ સરળ રીતે રજૂ કરી શકાય છે. તદ્દન સરળતાથી સિદ્ધાંતોને વાર્તા દ્વારા સમજાવી શકાય છે. પ્રયોગો દ્વારા પણ બાળકોને પરમાત્માનું જ્ઞાન આપી શકાય છે. તેના માટે અનોખું પ્રયોજન કરવું જોઈએ. બાળકો માટે Education Tour Picnic જેવું આયોજન કરવું જોઈએ જેમાં સાચા અર્થમાં જીવદયા, અહિંસા જેવા સિદ્ધાંતો શીખવાડી શકાય. આ અનુભવો બાળક જ્યારે પોતે લે છે ત્યારે તે ખૂબ જ સહજતાથી ગ્રહણ કરી શકે છે. માનવીય મગજ હંમેશાં જોયેલું વધારે સારી રીતે ગ્રહણ કરતો હોય છે. માટે સૂત્રોને, પાઠને સરસ રીતે Charts, Posters દ્વારા વધારે સરસ સમજાવી શકાય છે. Colourful chartsનું મહત્ત્વ ખૂબ જ રહેલું હોય છે. બાળકોનું Attraction વધે તે માટે નવીનવી પદ્ધતિઓથી Charts બનાવવા જોઈએ. ઘણી વખત બાળકો Audio CD દ્વારા પણ સમજતો હોય છે. બાળકોને તેની શૈલીમાં બનાવેલી CD સંભળાવવામાં આવે છે ત્યારે તે પોતે જ તેને જલદીથી યાદ રાખી લેતા હોય છે. નવીનવી Technologyનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે Computersનો ઉપયોગ કરીને Powerspoint Presentation આપવું જોઈએ. જ્યારે બાળકની જોવાની અને સાંભળવાની ક્રિયાઓ સાથે થાય છે ત્યારે તે વધારે Effective બને છે. Reference Material પણ આપવું જોઈએ નાનીનાની Skits અને Drama દ્વારા સૂત્રોને તથા સિદ્ધાંતોને સમજાવવા જોઈએ જેથી સરળતાથી શીખી શકે. - ૬૧ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy