________________
TOPSC C જ્ઞાનધારા 000 પૂર્વે ઉદ્ભવેલ સમસ્યાઓ તથા તેનાં સમાધાનો :
શાસ્ત્રોમાં અતિજ્ઞાની શ્રી વૃદ્ધવાદી ગુરુમહારાજ અને પ્રકાંડ શિષ્ય શ્રી સિદ્ધસેન દીવાકરજીની કથા આવે છે. તેઓ ઈ.સ. પૂર્વે ૫૭માં વિકમરાજાના સમયમાં થઈ ગયા. શિષ્ય નવકાર મંત્રનો સંસ્કૃતમાં અનુવાદ એક વાક્યમાં કર્યો. “મોરંત સિદ્ધઘાર્થોપાધ્યાય સર્વ સાધુખ્યોઃ” ઉપરાંત અન્ય પ્રાકૃત ગ્રંથોને પણ સંસ્કૃતમાં અનુવાદિત કરવાની ઈચ્છા જાહેર કરી. આ કાર્યમાં ગુરુની રજામંદી ન હતી, કારણકે પ્રાકૃતભાષીય ગ્રંથો સાધારણ મનુષ્ય પણ સમજીને જીવનમાં ઉતારી શકે છે. વળી નવકારમંત્ર ૧૪ પૂર્વમાંથી ઉધરેલ હોવાથી એમાં ફેરફાર ઉચિત ન કહેવાય. ગુરુએ પ્રાયશ્ચિત્ત આપ્યું અને શ્રી સિદ્ધસેનજીને ગચ્છ બહાર મૂક્યા. શ્રી સિદ્ધસેનજી તેમનો સમય તપ અને ઉપદેશ આપવામાં વિતાવવા લાગ્યા. જોતજોતામાં સાત વર્ષ નીકળી ગયાં. ગુરુએ તેમની ખ્યાતિ સાંભળી. જ્યારે શિષ્ય પાલખીમાં રાજદરબારે જતા હતા ત્યારે ગુરુએ સ્વયં તેમની પાલખી ઊંચકી. વૃદ્ધ હોવાને કારણે તેઓ ધીરેધીરે ચાલતા હતા. પાલખીમાં બિરાજમાન સિદ્ધસેનજી બોલ્યા:
ભૂમિમરાન્ત: અન્ય વિ તવ વાસ્થતિ?” (ભાવાર્થ: શું વધુ વજનથી તમારા ખભામાં પીડા થાય છે?) ગુરુએ ઉત્તર આપ્યો અને સાથે એમાં શિષ્યના વ્યાકરણની ભૂલ પણ
સુધારી -
“ તથા વાઘને સભ્યો યથા વાઘતિ વાથતે ” (ભાવાર્થ : મારો ખભો એટલી પીડા નથી આપતો જેટલું તમે વાપરેલ ખોટું વાતિ પીડા આપે છે.)
સિદ્ધસેનજીએ તરત જ ગુરુને પિછાણ્યા અને તેમને પગે લાગ્યા. અહીં ગુરુદેવ શિષ્યને પ્રાયશ્ચિત્ત આપી પુનઃ ગચ્છમાં લે છે.
જૈન શાસનમાં આચાર્ય કાલકની વીર કથાનું ઘણું જ ગૌરવવંતું સ્થાન છે. તેઓ રાજા ગર્દભીલ દ્વારા બૂરા આશયથી કેદ કરાયેલ સરસ્વતીને મુક્ત કરાવે છે. દેશ, કાળની પરિસ્થિતિ અનુસાર આવી પડેલ મુશ્કેલીના નિવારણાર્થે સાધ્વાચારમાં છૂટ લે છે. અજેય ગણાતા ગર્દભીલને પોતાની કુનેહથી જાનહાનિ કર્યા વગર હરાવે છે. સાધ્વીને પુનઃ સંઘાડામાં પ્રવેશ કરાવે છે. આ પ્રસંગ ધર્મરક્ષા અને વીરતાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org