SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ છCC જ્ઞાનધારા 100 ધર્મઉપદેશો હસ્તલિખિત શાસ્ત્રો તથા સૂત્રો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા. ત્યાર બાદ પ્રિન્ટિંગ પ્રેસની સગવડ મળતાં છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યા. પ્રિન્ટિંગ પ્રેસ પણ ઇલેક્ટ્રિકથી ચાલતું સાધન છે. શાસ્ત્રો-સૂત્રો પ્રિન્ટિંગ પ્રેસમાં છાપીને પ્રસિદ્ધ કરવાનો વિચાર પણ તે સમયનું પરિવર્તન છે. એનો અર્થ એવો થયો કે સમય સમય પ્રમાણે જે-જે પરિબળો ઉદયમાં આવે છે, તે બધાં પરિબળોના આધારે સમાજ પરિવર્તનને સ્વીકારે છે. પરિવર્તન સમય સમય પ્રમાણે કરવું અત્યંત આવશ્યક છે, પરંતુ પરિવર્તનના નામે સ્વચ્છંદતા દાખલ ન થઈ જાય તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ધાર્મિક વિચારધારા તથા ધાર્મિક આચરણને લક્ષમાં રાખી પરિવર્તન સ્વીકારવામાં આવે તો સમગ્ર જૈન સમાજને લાભ છે. (૧૭) ઉપસંહાર તરીકે એટલું જરૂરથી કહી શકાય કે આધુનિક ઈલેક્ટ્રિક સાધનોનો જરૂરિયાત પ્રમાણે વિકાસને લક્ષમાં રાખીને જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. એક હકીકત છે કે વીજળીનાં સાધનો વાપરવાથી કોઈ પણ પ્રકારનો માપદોષ લાગે છે, આપણાં આગમો અને સૂત્રોમાં પાપ અનેક પ્રકારનાં બતાવ્યાં છે. આ બધાં પાપ કેવી રીતે થાય છે તેનું પણ વર્ણન આવે છે. વીજળીનો ઉપયોગ એક પ્રકારનું પાપ તો છે, પરંતુ વિકાસને અને પ્રગતિને લક્ષમાં રાખીએ તો આ પાપ ક્ષમ્ય છે. ક્ષમ્ય પાપનું પ્રાયશ્ચિત્ત થઈ શકે છે. (૧૮) અહિંસામય જીવન જીવવા માટે દરેક વ્યક્તિ પોતપોતાનાં ધાર્મિક જ્ઞાન તથા વિચારો અને આચરણ દ્વારા જીવન જીવે છે. તે જ પ્રમાણે આરાધના પણ દરેક વ્યક્તિ પોતપોતાના વિચારો પ્રમાણે કરે છે. ધર્મમય જીવન જીવવું દરેકને ગમે છે, પરંતુ દરેક વ્યક્તિ કેટલા પ્રમાણમાં પોતે ધર્મમય જીવન જીવે છે તે પોતે જ જાણે છે. હાલની જુવાન પેઢી જે ઇલેક્ટ્રિકનાં સાધનો દ્વારા ભણીને તૈયાર થઈ છે તે જુવાન પેઢીને લક્ષમાં રાખીને સમયસમય પ્રમાણે પરિવર્તન સમાજે સ્વીકારવું જોઈએ. સમય સમય પ્રમાણે વિકાસને લક્ષમાં રાખીને પરિવર્તન કરવું જોઈએ તેવી મારી માન્યતા છે. વિવેકપૂર્ણ મર્યાદા રાખીને ઈલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ તેવો મારો પોતાનો અભિપ્રાય છે. મારા અભિપ્રાયને ઘણાં સાધુ-સંતો તથા - ૩૨ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy