SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ©© જ્ઞાનધારા SOON સૈનિકો જોઈ શકાય છે. અન્ય બે ચિત્રોમાં રાજા મંત્રીઓ સાથે મંત્રણા કરતા જણાય છે. વડોદરાના હંસવિજયજી સંગ્રહમાં કલ્પસૂત્રની ૧૫મી સદીની હસ્તપ્રત સુરક્ષિત છે. જેનું લખાણ સોનેરી શાહીથી લખેલું છે. આ હસ્તપ્રતમાં આઠ ચિત્રો અને ૭૪ અપ્રતિમ કારીગરીવાળી સુંદર કિનારો છે. વડોદરા પાસેના છાણી ગામમાં ત્રણ જેટલા હસ્તપ્રત સંગ્રહો છે. અહીંના વીરવિજયજી સંગ્રહમાં ઓધનિયુક્તિ' ગ્રંથની ઇ.સ. ૧૧૬૧ની પ્રત છે, જેમાં ૧૬ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા અને બ્રહ્મશાંતિ યક્ષ મળી કુલ ૨૧ ચિત્રો જૈન મૂર્તિવિધાનની દષ્ટિએ મહત્ત્વનાં છે. ઇડરના શેઠ આણંદજી મંગળની પેઢીના હસ્તપ્રત સંગ્રહમાં કલ્પસૂત્ર અને કાલકથાની ૧૪મી અને ૧૫મી સદીની સચિત્ર પ્રત છે. તાડપત્રની પ્રત પર સોનાની શાહીથી ચિત્રો દોરેલાં છે. કલ્પસૂત્ર'ના વધુમાં વધુ પ્રસંગો આ પ્રતમાં સ્થાન પામ્યા છે, જેમાં અમાંગલિક, મહાવીરનો જન્મ, પાર્શ્વનાથનો જન્મ, નિર્વાણ અને એમના યક્ષ-પક્ષી, ઋષભદેવનું નિર્વાણ વગેરે ચિત્રો ખૂબ આકર્ષક અને મનોહર રીતે આલેખાયાં છે. લીંબડીના જૈન જ્ઞાનભંડારમાં ઈ.સ. ૧૪૧૫-૧૪૧૬માં રચાયેલી કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત છે. જામનગરમાં કલ્પસૂત્ર-કાલકકથા (ઈ.સ. ૧૫૦૧)ની સચિત્ર હસ્તપ્રત છે. ' કોબા (ગાંધીનગર)માં મહાવીર જૈન આરાધના મંદિરના કેન્દ્રમાં મુનિશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં હજારો હસ્તપ્રત જળવાયેલી છે. 'પ્રશ્નવ્યાકરણ સૂત્રપાઠ' નામની હસ્તપ્રત સંસ્કૃત, પ્રાકૃત અને હિન્દી ભાષામાં સં. ૧૭૫૫માં લખાયેલી, જેમાં ૨૨ ચિત્રો છે. આનંદઘન ચોવીસીની હસ્તપ્રતમાં ચોવીસ તીર્થકરોનાં સ્તવનોની રચના કરેલી છે, જેમાં કુલ ૧૪ ચિત્રો છે. આ પ્રત ૧૭મા સૈકામાં લખાયેલી છે. અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં સૂરિમંત્રપટ'નું ૧૪મી સદી જેટલું પ્રાચીન ચિત્ર જળવાયું છે. એમાં પૂર્ણ વિકસિત પર્વ પર બેઠેલ મહાવીરસ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીનું ચિત્ર નજરે પડે છે. અહીંના સંગ્રહમાં ઋષભદેવના સમવસરણનો ૧૫મી સદીના મધ્યનો એક પટ્ટ અને જંબુદ્વીપનો ૧૬મી સદીનો પટ્ટ સંગ્રહાયેલો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy