SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ©©©©©©©© જૈન ધર્મનો અમૂલ્ય વારસો- ( અમદાવાદસ્થિત ડૉ. રામજીભાઈ જેના સચિત્ર હસ્તપ્રતો | ધર્મના અભ્યાસુ છે. ૨ ડૉ. રામજીભાઈ ઠા. સાવલિયા ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યા ભવન, ગુજરાતનો કલા અને સંસ્કૃતિનો વારસો ભવ્ય અમદાવાદમાં છે. એની વિદ્યા-પ્રવૃત્તિના ઘડતરમાં પ્રાચીન | અધ્યાપક છે. હસ્તલિખિત સચિત્ર હસ્તપ્રતોનું બહુમૂલ્ય પ્રદાન છે. ' તાડપત્ર, કાપડ અને કાગળ પર લખાયેલા વિવિધ વિષયોને લગતા હસ્તલિખિત અને સચિત્ર ગ્રંથોને ગ્રંથભંડારોમાં જાળવવામાં આવે છે. સૌરાષ્ટ્રનું વલભી ઈ.સ. પમી સદીમાં વિદ્યાધામ તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતું. આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની દેખરેખ હેઠળ તમામ જૈન આગમ ગ્રંથો પુસ્તકરૂપે વલભીમાં લખવામાં આવ્યા. આ બાબત ભારતીય વિદ્યા પ્રવૃત્તિના ઈતિહાસમાં નોંધપાત્ર છે. ચૌલુક્ય વંશના બે ગુર્જર રાજાઓ સિદ્ધારાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં ગુજરાતની સાહિત્યપ્રવૃત્તિનો મધ્યાહ્નકાળ શરૂ થયો. સિદ્ધરાજે અનેક ગ્રંથાલયો સ્થાપી “સિદ્ધહેમ વ્યારણ”ની સેંકડો પ્રતો લખાવી. કુમારપાળે પણ એકવીસ જેટલા જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. મંત્રી વસ્તુપાલે પાટણ, ભરૂચ અને ખંભાત એમ ત્રણ ગ્રંથભંડારો સ્થાપ્યાની વિગતો મળે છે. ઉપરોક્ત જ્ઞાનભંડારોમાંની એકમાત્ર તાડપત્ર પર લખાયેલી ઉદયપ્રભસૂરિએ રચેલી ‘ધર્માલ્યુષ્ય' કાવ્યની હસ્તપ્રત હાલ ઉપલબ્ધ છે. - આવા હસ્તલિખિત ગ્રંથભંડારો રાખવાની પ્રથા જૈન સમાજમાં વિશેષ જોવા મળે છે. આ ગ્રંથભંડારોમાં જૈન ધર્મને લગતા ગ્રંથો ઉપરાંત કાવ્ય, કોશ, છંદ, અલંકાર, જ્યોતિષ, નાટક, શિલ્પ, દર્શનશાસ્ત્ર વગેરે વિષયક સમગ્ર સાહિત્યના ગ્રંથોનો સમાવેશ થતો. ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારોમાં પાટણ, ખંભાત અને અમદાવાદના ભંડારો વધુ ખ્યાતિ પામેલ છે. ઉપરાંત વડોદરા, છાણી, પાલનપુર, ખેડા, પાદરા, ભરૂચ, સુરત, ભાવનગર, ઘોઘા, પાલિતાણા, લીંબડી, જામનગર, વઢવાણ કેમ્પ, માંગરોળ વગેરે સ્થળોએ અનેક નાના-મોટા ગ્રંથભંડારો આવેલા છે. ' - ૨૬૧ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy