SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ © C જ્ઞાનધારા ૭૦ પાઠ કળ્યો છે, પણ જૈન ધર્મમાં દેવ-ગુરુ-ધર્મ એ ત્રણેની ઓળખ તત્ત્વ તરીકે થયેલી જ છે, એ હકીકત એમનાથી ચૂકાઈ ગઈ લાગે છે. આ સંપાદનની વિશેષ ફલશ્રુતિ છે ગ્રંથને છેડે પ્રાપ્ત થતો આ છયે કૃતિઓનો સંયુક્ત એવો વર્ણાનુક્રમિક સમૃદ્ધ સાર્થ શબ્દકોશ. વાચનામાં આવતા કેટલાક અલ્પપરિચિત સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, દશ્ય, હિંદી, રાજસ્થાની, ફારસી શબ્દો પણ એમાં સમાવિષ્ટ કર્યા છે. આ શબ્દકોશની સાથે સંપાદકે વનસ્પતિકોશ જુદો તારવીને આપ્યો છે. આમ શબ્દકોશ, વનસ્પતિકોશ, દેશીઓની સૂચિ અને મહત્ત્વની સંદર્ભસૂચિ ભાવિ સંશોધનકારો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય એમ છે. (૨) “જયવંતસૂરિની છ કાવ્યકૃતિઓ: ૧૬મી સદીના મધ્ય અને ઉત્તરાર્ધનો કવનકાળ ધરાવતા જૈન સાધુકવિ શ્રી જયવંતસૂરિની કવિપ્રતિભાથી જયંતભાઈ અત્યંત પ્રભાવિત હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં એમણે આ કવિની સમગ્ર કવિતાનું સંશોધિત સંપાદન કરવાનું લક્ષ્ય રાખેલું, પણ એમનું નિધન થતાં એ કામ અપૂર્ણ રહ્યું, પરંતુ આ કવિની કાવ્યકૃતિઓનાં હસ્તપ્રત-સંપાદનો એમણે તૈયાર કરેલાં તે કૃતિઓ છે : ૧) “સ્થૂલભદ્ર ચંદ્રાયણિ', ૨) સ્થૂલભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ', ૩) સીમંધરસ્વામી લેખ', ૪) સીમંધર જિન ચંદ્રાઉલા સ્તવન', ૫) નેમિનાથરાજિમતી બારમાસ પ્રબંધ' અને ૬) “બાર ભાવની સજ્જાયી. ( આમાંથી ક. ૧ અને ક્ર. ૩ એમણે “ફાર્બસ ગુજરાતી સભા વૈમાસિકના અંકોમાં તેમ જ ક. ૪ અને ક. ૬ અનુસંધાનની પુસ્તિકાઓમાં પ્રકાશિત કરી હતી. બાકીની ક. ૨ અને ક્ર. પનાં સંપાદનો પણ તૈયાર કરેલાં હતાં. આમ કુલ છે કૃતિઓનાં હસ્તપ્રત- સંપાદનો એમના નિધન પછી એમના પરિવારે ગુર્જર ગ્રંથરત્ન' દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યા છે. (એપ્રિલ, ૨૦૧૦) આ છએ કૃતિસંપાદનોમાં જયંતભાઈએ કર્તાપરિચય, કૃતિપરિચય, પ્રતપરિચય, પાઠસંપાદન પદ્ધતિ, વાચના, અન્ય પ્રતનાં પાઠાંતરો અને સાથે શબ્દકોશ આપ્યાં છે. ક. ૧. સ્થૂલભદ્ર ચંદ્રાયણિ'ની બે હસ્તપ્રતો (ક, ખ) લા. દ. ભા. સં. - ૨૫૦ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy