SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ C જ્ઞાનધારા સાધર્મિક ભક્તિ કરવી. એમની ગુરુભક્તિની કદર કરવી અને તે માટે એમને પ્રોત્સાહિત કરવા જેથી પૂ. ભગવંતોના વેયાવચ્ચ બાબતે તેઓ વધુ નમ્ર બને. • અજૈનોનાં ઘરમાં પણ મહાત્માઓ ગોચરી વહોરવા જાય તો નિષેધ ન કરવો. ♦ જૈન ઉદ્યોગપતિઓ-શ્રીમંતો, પાલિતાણા-શંખેશ્વર-ગીરનાર-અમદાવાદમુંબઈ-ડીસા જેવા વધુ વિહારવાળા માર્ગોમાં ફાળો કરીને પણ, ગામડાંઓના અંદરના રસ્તે સમાંતર પગદંડી બનાવી શકે. - સાધુ-સાધ્વીજીને વિહાર વખતે સામાન ઊંચકવા માટે કે વ્હીલચૅર ચલાવવા માટે બહારના મજૂર-માણસોની આવશ્યક્તા રહે છે. એવા માણસો સાથે જ્યારે સાધુ-સાધ્વીજી કોઈ સંઘમાં પહોંચે અને પેલા માણસોને પૈસા ચૂકવવાના હોય ત્યારે ઘણી આનાકાની થતી હોય છે. ક્યારેક તો ત્યાંના લોકો પૈસા ચૂકવવા જ તૈયાર નથી થતા. એવા વખતે સાધુ-સાધ્વીજી ભારે વિમાસણમાં મુકાઈ જાય છે. એવા સમયે સાધુ-સાધ્વીજીને પરેશાની ન વેઠવી પડે એ બાબતે દરેક સંઘે વ્યવસ્થા વિચારવી જોઈએ. (૪) આયંબિલશાળા, આરાધના ભવનમાં પાણીને ઉકાળવા તેમ જ ઠારવા માટે ઍલ્યુમિનિયમનાં તપેલાં-પરાતોને બદલે તાંબાના તપેલાં-પરાતો : આજે સાર્વત્રિક રીતે મોટા ભાગના સંઘોના ઉપાશ્રયો-આયંબિલશાળામાં પીવાના પાણીને ઉકાળવા માટેનાં વાસણોમાં ઍલ્યુમિનિયમની પરાત (કથરોટ), તપેલાં વગેરે હોય છે. ભક્તિ હંમેશાં ઉત્તમ દ્રવ્યથી જ કરવી જોઈએ એ આપણાં શાસ્ત્રોની આજ્ઞા છે. ઍલ્યુમિનિયમ એ હલકી દ્રવ્ય ધાતુ છે. વળી તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થયેલ છે. હાલમાં જ દુનિયાભરમાં ઍલ્યુમિનિયમ ધાતુની વપરાશનાં સંશોધનમાં ઘણી એવી બાબતો પ્રકાશમાં આવી છે કે જે ચોંકી જવાય તેવી છે. ઍલ્યુમિનિયમ એક અત્યંત ક્રિયાશીલ ધાતુ છે. તેથી હવામાં રહેલા ઑક્સિજન સાથે તરત જ સહેલાઈથી ભળી જઈ ઍલ્યુમિનિયમ ઑક્સાઈડમાં ઑક્સીકૃત થઈ જાય છે. તે ઘણી પાતળી પોપડી (લગભગ ૦.૦૧ માઈક્રોમીટરનો થર)ના રૂપે વાસણની અંદરની ૨૪૦ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy