________________
© C જ્ઞાનધાર ૭૦ વ્યવસ્થિત નાનાનાના સેટ બનાવી આપણાં તીર્થોની ધર્મશાળાઓની રૂમોમાં, સ્થાનક કે ઉપાશ્રયમાં મૂકવા જોઈએ, જેથી ત્યાં આવનાર યાત્રાળુઓ તેમના ફાજલ સમયમાં પણ સુંદર વિચારો પામી શકે.
એકદમ જનરલ વિષયનાં જ પુસ્તકો હોય તો નજીકની સારી સેવાભાવી હોસ્પિટલોમાં આપી શકાય. દરેક રૂમમાં આવાં એકાદ-બે પુસ્તકો મુકાયેલાં હોય, દર્દી પણ અસ્વસ્થ અવસ્થામાં વાંચે તથા ખબર પૂછવા આવેલાને ઘણું કરીને સમય પસાર ક્યાં કરવો તેનું ટેન્શન હોય છે. પછી ગમે તેમ વાતોના વડા કરીને કે દુનિયાની ફોગટ પંચાત કરીને સમય પૂરો કરે એ કરતા આવાં ઉત્તમ બોધદાયક વિચારવાળાં પુસ્તકો ત્યાં હોય તો સુંદર વિચારણાનું એક પુરાલંબન પણ મળે. પ્રકાશિત થયેલ પુસ્તકો શક્ય હોય તો સંસ્થાઓમાં ભેટ સ્વરૂપે મોકલવાથી ખૂબ સુંદર પરિણામ મળી શકે છે તેમ જ વિવિધ વિષયનાં જૈન શ્રુતનાં વિશિષ્ટ પુસ્તકો જે મુદ્રિત થયાં છે તેનો ટૂંકો પરિચયાત્મક પેલેટ પણ હિન્દી-અંગ્રેજી-ફ્રેંચ-જર્મની ભાષામાં છપાવીને કે ઈ-મેઈલ દ્વારા વિશ્વભરમાં આવેલ યુનિવર્સિટી અને કોલેજની લાઈબ્રેરી અને ધર્માદા સંસ્થાઓને મોકલવાનું પણ આયોજન કરી શકાય. વિશ્વમાં જૈન શ્રત યોગ્ય પ્રચાર-પ્રસાર દ્વારા પણ વિશિષ્ટ કક્ષાનું પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરી શકાય. શ્રુતસેવા એ પણ શાસનસેવા જ છે. જ્ઞાનના ક્ષેત્રમાં ક્યારેય પણ ધર્મના વડા કે સમુદાયનાં બંધન હોતાં નથી. જ્યાંથી પણ જે પણ જ્ઞાન ઉપયોગી હોય તો મેળવવું જેટલું અગત્યનું છે તેનાથી પણ વધારે અગત્યતા ઉત્તમ જ્ઞાન-જૈન શ્રતનું ગમતાંનો કરીએ ગુલાલ-એ ન્યાયે વધુ ને વધુ પ્રસાર કરીને તેની મહત્તાનું પ્રસારણ દ્વારા જૈન ધર્મ પ્રત્યેનો બહુમાનભાવ જગાડવો જોઈએ જેથી જૈન દર્શનના અભ્યાસ-સ્વાધ્યાય અને આચાર દ્વારા સમ્ય દર્શનની પ્રાપ્તિ દ્વારા સર્વે જીવો મોક્ષપદને પામવા માટેનો ઉચિત પ્રયત્ન કરી શકે.
સમ્ય દર્શન : સમ્યમ્ જ્ઞાન કે સમ્યમ્ ચારિત્ર
- ૨૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org