SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ O C જ્ઞાનધારા GOOGO માન્યતાનુસાર ૩૨ આગમ ગ્રંથો છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતાનુસારના ૪૫ આગમોમાં ૧૧ અંગ + ૧૨ ઉપાંગ + ૧૦ પન્ના + ૬ છેદ સૂત્ર + ૪ મૂળસૂત્ર + ૨ ચૂલિકાનો સમાવેશ થાય છે. તે અગિયાર અંગમાં બધા જ વિષયોનો સમાવેશ થાય છે. જેની વિગતે પ્રસ્તુત છે. ૧. આચરાગ સૂત્ર - આચાર એ જ પ્રથમ ધર્મ. સાધુ આચારનું નિરૂપણ. ૨. સૂયગડાંગ સૂત્ર - જૈન દર્શનની શ્રેષ્ઠતાનું અન્ય દર્શનોની સાથે તુલનાત્મક વર્ણન. ૩. સ્થાનાંગ સૂત્ર - એકથી દસ સ્થાન સુધી જીવ અને પુદ્ગલના ભાવોનું વર્ણન. ૪. સમવાયાંગ સૂવ - એકથી અનેક સંખ્યા સુધી વિવિધ વિષયો-પદાર્થોનું વર્ગીકરણ. ૫. ભગવતી સૂર (વિવાહ પણત્તિ) - પ્રભુ મહાવીર દ્વારા અપાયેલા પૂ. ગૌતમસ્વામીના ૩૬૦૦૦ પ્રશ્નોના જવાબ. ૬. જ્ઞાતાધર્મકથા સૂર - મહાપુરુષોના જીવનની સત્યઘટના તેમ જ કથાઓનો સંગ્રહ. ૭. ઉપાસકદશાંગ સૂત્ર – પ્રભુના દસ મહાશ્રાવકોના દેશવિરતિ ધર્મના પાલનનું વર્ણન. ૮. અંતગડદશાંગ સૂત્ર - અંતમુહૂર્તમાં મોક્ષે ગયેલ આરાધકોનું વર્ણન. ૯. અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર - અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર - આત્માઓનું જીવનદર્શન. ૧૦. પ્રબં વ્યાકરણ સૂર – આશ્રવ અને સંવરનું વિવરણ. ૧૧. વિપક સૂત્ર - પુણ્ય અને પાપકર્મનાં ફળનું વર્ણન. પ્રભુ મહાવીરે અર્ધમાગધી ભાષામાં આપેલા ઉપદેશને ગણધર ભગવંતોએ અર્ધમાગધી (પ્રાકૃત) ભાષામાં સૂત્રબદ્ધ કર્યા. તે આગમ ગ્રન્થરૂપે ઓળખાયા. આગમ ગ્રંથો પર પૂર્વાચાર્યે નિર્યુકિત, ચૂર્ણ, ભષ્ય અને ટીકાઓની રચના કરી છે. આ પંચાંગી એટલે કે પાંચ-અંગોનો સમૂહ. મૂળ સૂત્ર + ગીતાર્થ પૂર્વાચાર્યો - ૨૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy