SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ © C જ્ઞાનધાર 02 ©© હોવાને કારણે શ્રી હેમચંદ્રાચાર્યની છેલ્લી કૃતિ હશે તેવું અનુમાન થઈ શકે ખરું? લોકહિતની દષ્ટિએ રચાયેલા આ ગ્રંથની સંપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય તો છયે દર્શનનું શ્રી હેમચંદ્રાચાર્યના જ્ઞાનનું નવનીત પામી શકાય. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિની સત્યશોધક દષ્ટિ શ્રી હેમચંદ્રાચાર્યમાં હતી એની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. આમાં અનેકાંતવાદ તથા નયવાદનું શાસ્ત્રીય નિરૂપણ આપણું ધ્યાન ખેંચે છે. પરમત-સહિષ્ણુતાની દષ્ટિ દર્શનજગત અને તર્કસાહિત્યને પ્રમાણમીમાંસા' માંથી સાંપડે છે. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે લખાયેલો આ ગ્રંથ એ રીતે સંપ્રદાયાતીત બની જાય છે. યુવાન વયમાં અજ્ઞાતવાસને કારણે કુમારપાળને અનેક સાધુઓનો સમાગમ થયો અને તેથી યોગ પર પ્રીતિ જાગી. પચાસ વર્ષની વયે ગાદી પર આવેલા કુમારપાળની યોગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા માટે હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની રચના કરી હતી. ગ્રંથરચનાનું નિમિત્ત કુમારપાળ હોવા છતાં તેનો હેતુ તો ભવ્યજનોને બોધ મળે તેવો રાખવામાં આવ્યો અને તેથી સરળ ભાષામાં રોચક દષ્ટાંતો સાથે પોતે તેની વિસ્તૃત ટીકા રાચી. શાસ્ત્ર, સરની વાણી અને આત્માનુભવ – એ ત્રણ યોગશાસ્ત્રની રચનાનાં સાધનો બન્યાં. આચાર્ય અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત માર્ગ જ દર્શાવે એ રીતે હેમચંદ્રાચાર્ય આ શાસ્ત્રની રચના યોગસિદ્ધાંતને વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા કરવાની પ્રતિજ્ઞા સાથે કરી. ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી તેને યોગમય જીવનમાં લઈ જવું તે યોગશાસ્ત્રનો હેતુ છે. હેમચંદ્રાચાર્યે તેના માર્ગદર્શરૂપ રોચક ઉપદેશ અનેક પ્રચલિત વાર્તાઓ ગૂંથીને આપ્યો છે. ઉપદેશની વ્યાપકતા અને સર્વગમ્યતાએ આ ગ્રંથને અન્ય ધર્મોમાં પણ પ્રિય બનાવ્યો છે. આ યોગશાસ્ત્ર બે ભાગમાં વિભક્ત છે. એકથી ચાર પ્રકાશના એના પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયોગી એવા ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. બીજા ભાગમાં અર્થાત્ પાંચથી બાર પ્રકાશમાં પ્રાણાયામ આદિ યોગના વિષયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બાર પ્રકાશમાં ૧૦૧૩ શ્લોકો મૂકવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર પર પોતે જ વૃત્તિ લખી છે અને તેમાં એમણે મહાભારત, મનુસ્મૃતિ, ઉપનિષદો વગેરે ગ્રંથનાં અવતરણો આપ્યાં છે. પોતાના ગુર દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી પણ અવતરણો . • ૨૧ ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy