________________
©©© જ્ઞાનધાર ૭૦ શરીરવિજ્ઞાનની દષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે અને તેનાથી આધ્યાત્મિક લાભની સાથેસાથે શારીરિક તંદુરસ્તીમાં ઘણા ઘણા ફાયદા થાય છે, જે નજરઅંદાજ કરવા ન જોઈએ. છેવટે ધર્મ કે ધાર્મિક શબ્દની કદાચ એલર્જી હોય તો, વિજ્ઞાન અને આરોગ્યના નામે પણ ઉપર્યુક્ત તપ અને નિયમોનું પાલન કરવું જોઈએ. વસ્પતિની જેમ પાણીમાં પણ ચેતના હોય છે.
૭૦ વર્ષની વયે ભાવનગરના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી પી. એસ. શાહના સંશોધનને ભાવનગર યુનિ.ની માન્યતા:
આ સંશોધનલેખમાં તેઓએ જણાવ્યું છે કે પાણી સચેત છે અને કેટલાંક કારણોસર તે અચેતન બની જાય છે. પાણી સજીવ છે એ પ્રસ્થાપિત કરવામાં તેમણે વૈશેષિક દર્શન-પ્રશાસ્તપાદ ભાષ્ય, મેઘમહોદય, પાણીની આભા, જગદીશચંદ્ર બોઝની રજૂઆત, સમુદ્રના પ્રવાહ, ભરતી અને ઓટ, વર્ષા અંગેના ખયાલો વગેરેની રજૂઆત કરી તેના દ્વારા પાણી સજીવ હોવાનું તાર્કિક રીતે પ્રસ્થાપિત કર્યું છે.
• પાણી ઘટ ગૂઢ, અકળ અને રહસ્યમય છે. • વિજ્ઞાનમાં પાણીની ૬૧ અનિયમિતતાની રજૂઆત છે. . • વિજ્ઞાનમાં કોષરહિત જીવનો ખયાલ અસ્તિત્વમાં આવ્યો છે.
• ભારતીય ગ્રંથોમાં પાણીના ગર્ભધારણની અને તે બંધાયા બાદ ૧૫માં દિવસે વર્ષારૂપે પ્રસવ થવાની રજૂઆત છે.
ટૂંકમાં પાણી ઉકાળીને જ શા માટે પીવું જોઈએ ? એ પ્રશ્ન યથાવત્ જ રહે છે. આ પ્રશ્નનો ઉત્તર વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આ પ્રમાણે આપી શકાય.
વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે પ્રવાહીમાં ધનવિદ્યુતભારવાળા અણુઓ અને ગુણવિદ્યુતભારવાળા અણુઓ હોય છે અને કૂવા, તળાવ, નદી, વરસાદ વગેરેના પાણીમાં ક્ષાર હોય છે અને સાથે સાથે તેમાં સુણવિધુતભારવાળા અણુઓ વધુ પ્રમાણમાં હોય છે. આ સુણવિદ્યુતભારવાળા અણુવાળું પાણી પીવાથી શરીરમાં ખૂબ જ તાઝગી/સ્કૂર્તિનો અનુભવ થાય છે. આવું પાણી ક્યારેક વિકાર પણ પેદા કરે છે, પરંતુ જ્યારે પાણીને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે પાણી અચિત્ત તો થઈ જ જાય છે, પણ સાથે સાથે તેમાં રહેલ ઋણવિદ્યુતભારવાળા અણુઓ
જે ૨૧૮ ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org