SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ SSC C જ્ઞાનધારા ૭૦ એક ઓછા હોય તેવી સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાત કહેવાય છે. સમય એ કાળનું જૈન દર્શનમાં બતાવેલ ન્યૂનતમ એટલે કે સૌથી નાનામાં નાનું માપ છે. આવલિકા પણ કાળનું જ એક માપ છે અને એક મુહૂર્ત અર્થાત્ ૪૮ મિનિટમાં આવી ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા પસાર થઈ જાય છે. આનાથી વિરુદ્ધ કાળના આ સૂક્ષ્મતમ માપની સાથે જૈન શાસ્ત્રકારોએ કાળનું મહત્તમ માપ પણ બતાવ્યું છે. આ મહત્તમ માપ પણ જૈન શાસ્ત્રકારોના ગણિતની મર્યાદાની બહાર હોવાથી માત્ર તેનું સ્વરૂપ ઉપમા દ્વારા જ સમજાવવામાં આવ્યું છે. કાળનાં આવાં મહત્તમ માપોમાં સૌથી નાનું માપ પલ્યોપમ છે અને તેમાં અસંખ્યાતા વર્ષોનો સમાવેશ થાય છે. આવા ૧૦ ક્રોડાકોડી પલ્યોપમે એક સાગરોપમ અને તેવાં ૧૦ ક્રોડાકોડી સાગરોપમે એક ઉત્સર્પિણી અથવા એક અવસર્પિણી થાય છે. એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી ભેગાં થઈ એક કાળચક થાય છે. આવાં અનંતાં કાળચકો પસાર થઈ ગયાં છે અને ભવિષ્યકાળમાં અનંતા કાળચક્રો પસાર થશે. પલ્યોપમનાં વર્ષોની સંખ્યા તથા કાળચકનાં વર્ષોની સંખ્યા નિયત જ છે. આમ છતાં તે ગણિતિક રીતે બતાવવી સંભવ ન હોવાથી તે માટે અસંખ્યાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કાળના માપમાં ઉપર બતાવ્યું તે જ પ્રમાણે લંબાઈનાં માપોમાં સૌથી ન્યૂનતમ માપ એક-આકાશ પ્રદેશ છે. આ બ્રહ્માંડમાં, પુદ્ગલ દ્રવ્યના સૂક્ષ્મતમ અવિભાજ્ય અંગ સ્વરૂપ એક પરમાણુ જેટલા આકાશ વિભાગમાં રહી શકે તેટલા આકાશને એક આકાશ પ્રદેશ કહેવામાં આવે છે. ટૂંકમાં એક સ્વતંત્ર પરમાણુનું માપ / કદ, એ લંબાઈ અથવા પહોળાઈ અથવા જાડાઈનો એક એક એકમ છે. તેવા અસંખ્યાતા પ્રમાણુઓ ભેગા થાય ત્યારે સ્થૂળ દષ્ટિએ આજના વિજ્ઞાને સ્વીકારેલ પરમાણુ બને છે. તો બીજી બાજુ લંબાઈના મહત્તમ માપ તરીકે રજૂ અથવા રાજલોક છે. એક રાજલોક એટલે અસંખ્યાતા યોજના અને એક યોજન બરાબર ૩૨૦૦ માઈલ અથવા ૫૧૨૦ કિમી. થાય. આ રાજલોકનું માપ મર્યાદિત તેમ જ ચોક્કસ હોવા છતાં તે એટલું મોટું છે કે તે અંકોમાં અથવા ગણિતિક સમીકરણ દ્વારા બતાવવું શક્ય ન જણાતા તેના માટે પણ અસંખ્યાતા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. - ૨૧૨ ૧છે. Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy