SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ©©© જ્ઞાનધારા OT૭૦ દર્શન અને આધુનિક વિજ્ઞાન)માં તેના મૂળભૂત ખયાલોનો આધાર તાર્કિક દલીલો જ છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિજ્ઞાન અને ધર્મ નામના તેમના લેખમાં કહે છે : ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિના ધર્મ અંધ છે. આ જ કારણે ભૂતકાળના ડો. ઓપેનહાઈમર જેવા પ્રખર વિજ્ઞાનીઓ તથા વર્તમાનકાળના ડૉ. અબ્દુલકસ્સલામ આઝાદ, ડૉ. હરગોવિંદ ખોરાના ડૉ. હેલીસ ઓડાબાસી જેવા વિજ્ઞાનીઓ પણ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે. વસ્પતિમાં જીવ છે : અઢી હજાર વર્ષ પહેલાં, ભારતના આર્ષદ્રષ્ટા ભગવાન મહાવીરે સામાન્ય વાત કહેતા હોય તેમ ભાખેલું કે વનસ્પતિમાં પણ જીવ છે ને તેને સ્પર્શતા દુઃખ થાય છે - આ હકીકતને વિજ્ઞાનજગતમાં ત્યારે સ્થાન મળ્યું, જ્યારે કેસ્કોગ્રાફ સર જગદીશચંદ્ર બોઝે શોધ્યો. આનું વિશેષ વિવેચન ગ્રંથોમાં જોવા મળે છે. વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રયોગો દ્વારા ફલિત થતા આત્માદેહનો ભેદ, પુનર્જન્મ અને કર્મવાદની સાબિતીઃ - એલ્ગર કેસીના અઢી હજાર લાઈફ રીડિંઝે આપેલા સચોટ પુરાવાઓ તેમ જ પુનર્જન્મ વિષયક યુનિવર્સિટી કક્ષાએ થઈ રહેલાં સંશોધનોએ અમેરિકામાં તેમ જ જગતભરમાં પુનર્જન્મના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરી દીધો છે. એ જ રીગ્રેશન દ્વારા એ સાબિત થાય કે વ્યક્તિના જ્ઞાનનો આધાર દેહ નથી, દેહથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કોઈ જુદું તત્ત્વ દેહમાં છે અને દેહના નારા સાથે તત્ત્વનો નાશ થતો નથી. આત્માને પોતાની અભિવ્યક્તિ માટે એક શરીર કાર્યક્ષમ ન જણાય તો તે એ કાર્યને અનુરૂપ અન્ય શરીર શોધી લે છે. આત્માને પોતાની હયાતી માટે શરીરની જરૂર નથી, પણ તે માત્ર અભિવ્યક્તિ માટે શરીરનો સાથ શોધે છે. આ વિષયનાં અનેક દષ્ટાંતો પુસ્તકોમાં જોવા મળે છે જેની વૈજ્ઞાનિક રીત સચોટ ખાતરી મળેલી છે. ઈ.એસ.પી.-અતિન્દ્રિય જ્ઞાનશક્તિની જેમ પુનર્જન્મના વિષયમાં પણ પરામનોવિજ્ઞાન (પેરાસાઈકોલોજી) દ્વારા વ્યાપક સંશોધનો થઈ રહ્યાં છે, જેનાં પરિણામોએ પુનર્જન્મમાં ન માનનારે પશ્ચિમને ખળભળાવી મૂક્યું છે. જ્યાં ધાર્મિક માન્યતાએ પણ પુનર્જન્મને સ્વીકૃતિ નથી આપી એવા એ પશ્ચિમના દેશોમાં પણ જ ૨૦૪ 6 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy