________________
TOCC જ્ઞાનધારા 0266 એ સામૂહિક પ્રતિક્રમણના આયોજનમાં શ્રાવિકાઓ વિશેષ ભાગ લે છે. જ આધ્યાત્મિક રમતો, ક્વીટસ, હાઉઝી, દર્શનયાત્રા પ્રવાસોનું આયોજન પણ
કરે છે. આવાં મંડળો દ્વારા શાળાનાં બાળકોને સ્ટેશનરી કિટ ભેટ, અનાથાલય અને હોસ્પિટલોની મુલાકાત લઈ ત્યાં સહાય કરવાનાં, સેવા અને માનવતાનાં કાર્યો કરવામાં આવે છે. પ્રસંગોએ શો પ્રદર્શનો અને વિવિધ સ્ટોલ અને મેળાનું આયોજન કરે છે જેમાં જરૂરિયાતવાળી બહેનોને ખાખરા, મીઠાઈ, મસાલા, ગિફ્ટ આર્ટીકલ વગેરેના વેચાણની સવલત દ્વારા સાધર્મિક સહાય કરે છે.
આવાં મંડળો દ્વારા જૈન એકેડેમિક કેરિયરમાં જૈનોલોજી, એમ.એ. અને જૈન ધર્મમાં Ph.D. કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. - સાંપ્રત સમયમાં મોટા ભાગનાં જૈન જ્ઞાનધામ, જૈન પાઠશાળાઓમાં જ્ઞાનદાન આપે છે તે દીદીઓ” કે “જ્ઞાનદાતારૂપે કાર્ય કરનાર શિક્ષિત જૈન મહિલાઓ આવાં શ્રાવિકા મંડળ કે શ્રાવિકા ગ્રુપની દેન છે. ' - દરેક મંડળોને પોતાના નિશ્ચિત યુનિફોર્મ હોય છે અને દીક્ષા મહોત્સવ કે તપસ્વીનાં પારણાંના પ્રસંગે આવાં અનેક મંડળોને પવિત્ર ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થવા આમંત્રણ અપાય છે અને તેનું સફળ સંચાલન શ્રાવિકામંડળ દ્વારા જ થતું હોય છે. સંઘના કાર્યકર્તાઓએ આવા મંડળોની સંચાલિકા બહેનોને રિસ્પેક્ટ સાથે સહયોગ આપવો જોઈએ.
વર્તમાન સમયમાં ચતુર્વિધ સંઘો અને જિન શાસનનાં કાર્યોને ગતિમાન રાખવા શ્રાવિકા મંડળોની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે.
wwwહ્યુતજ્ઞાનને અભિનંદના , શ્રુતજ્ઞાન તુજને આજ મારા ભાવભર્યા નમસ્કાર છે, ને સમ્યફરૂપે પરિણામો એ ભાવ વારંવાર છે; મને પ્રકાશ દીધો મુકિતમાર્ગે તારો મહાઉપકાર છે, ને હજુય તારી હાજરી પૂર્ણ મને કરનાર છે.
* ૧૮૯
છે
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org