SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ OCSIC જ્ઞાનધારા ૭૦ જ્ઞાનસત્રો આજ સુધી અગિયાર થયાં છે, તેમાં શિબિરો, સેમિનાર, સંગોષ્ઠિથી ઘણા વિદ્વાનોએ સહયોગ આપ્યો. જૈન દર્શનમાં રસ-રચિ, ઉત્સાહ-ઉમંગ, જિજ્ઞાસા-જ્ઞાન કેમ વધે તેવી સકારાત્મક પ્રવૃત્તિને વેગ મળ્યો. સંયોજકશ્રીએ ખૂબ જ જહેમત લઈને આ સત્રોને સફળ બનાવ્યાં. સરળ ભાષામાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં. જૈન શાળાનાં બાળકોને સરળતાથી ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી વિશિષ્ટ પદ્ધતિથી કેમ સમજાવી શકાય તેવી Look and Learnના નેજા નીચે ઘણાં શહેરોમાં જૈનશાળાની પ્રવૃત્તિને વેગ મળ્યો. અંગ્રેજી, ગુજરાતી, હિન્દીમાં લખાયેલા લેખો પુસ્તકરૂપે તેમ જ મેગેઝિન પ્રસિદ્ધ થયાં. પીએચ.ડી. પ્રવૃત્તિને પણ વેગ મળ્યો. ખૂબ જ સફળતા સાંપડી. આગમબત્રીસીનું ગુજરાતીમાં અણમોલ સાહિત્ય મળ્યું. આગમના વાંચનથી યુવાનોમાં ધર્મ પ્રત્યે વધુ ઉત્સુકતા જોવા મળે છે. - આ આગમ ગ્રંથોને અંગ્રેજીમાં અવતરિત કરવાનો સુંદર અભિગમ પ્રાપ્ત થયો છે. ટૂંક સમયમાં આ સિદ્ધિ હાંસલ થશે. જૈન સામયિકોમાં આવતા લેખો: આગમસૂત્ર પરિચય, જૈન ધર્મકથાઓ, ગણધરવાદ, મહાવીર પ્રભુનું જીવન વગેરેનું વાંચન-ચિંતન-સ્વાધ્યાય અને પરિશીલન કરવાનું ગમે છે. સર્વ વિદ્વાન લેખકોને શ્રી સરસ્વતી દેવી વધુ ને વધુ લખવાની પ્રેરણા આપે તેવી મંગલકામના - શુભકામના. કથા - ડી.વી.ડી. : જૈન ધર્મના અને જૈન સાહિત્યના વિશ્વપ્રચારક પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈની પ્રભાવક વાણી દ્વારા કથન-કથાયુગનો પ્રારંભ કરી મહાન આત્માના જીવનનું શ્રુતજ્ઞાનનું પાન કરાવી ધર્મપ્રેમી શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા છે તેમાં કરુણાનિધાન શ્રી મહાવીર પ્રભુની કથા, અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની કથા, આદિનાથ શ્રી ઋષભદેવ ભગવાનની કથા તથા શ્રી નેમ-રાજુલની કથા-ડી.વી.ડી. તૈયાર કરી છે. - આ કથાનો લાભ. ઘરના બધા પરિવારજનો, દર્શન, શ્રવણ કરી સમહ - ૧૮૩ ૧છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy