SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ C જ્ઞાનધારા 0.00 સમજણ, જૈન તિથિ, જૈન પર્વો, જૈન ધર્મકથા, ગુરુ, ધર્મ વિષે સમજ, ચતુર્વિધ સંઘ; સામાયિક, નવકારમંત્ર વગેરે વિષયોનું જ્ઞાન તેમ જ સમજ, નાનાં દૃષ્ટાંતોના માધ્યમથી આપવું જોઈએ. (૨) આધુનિક પદ્ધતિથી આ ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ. દશ્યશ્રાવ્યની પદ્ધતિથી ભણાવવા માટે ગુજરાતી, અંગ્રેજીમાં પ્રભુત્વ ધરાવતા તેમ જ પ્રશિક્ષણ પામેલા સ્વયંસેવકો, સેવાભાવી યુવાનોની સેવા આવશ્યક છે. (૩) આજના યુવાનોમાં તત્પરતા છે, તપસ્વિતા છે તેમ જ તેજસ્વિતા છે, પરંતુ તેમને સુસંગત માર્ગદર્શનની જરૂર છે. તેમને સુશ્રાવક બનાવવા પાયાની કેળવણી જરૂરી છે. આગમમાં શ્રાવકાચાર તેમ જ શ્રાવકના ૨૧ ગુણો વિશે સવિસ્તર સમજાવવું જોઈએ. વર્તમાન સંજોગોમાં આ ગુણો કેમ અનુરૂપ રહે તેવી વાતો દૃષ્ટાંતસભર સમજાવવી જોઈએ. આ જાણવાથી સફળ જીવન જીવવાની અમૂલ્ય ચાવી પ્રાપ્ત થશે. જ્ઞાનપ્રાપ્તિ માટે જીવનમાં નમ્રતા, સરળતા, સહજતા, ઋજુતા આપોઆપ ખીલી ઊઠશે. (૪) વિજ્ઞાનની નવી શોધો, વીડિયો, કૉમ્પ્યુટર, લૅપટૉપ, મોબાઈલ, ઇન્ટરનેટથી આજની નવી પેઢી સુપરિચિત છે. આધુનિક સાધનોથી વિશ્વના લોકો એકબીજાથી વધુ નજીક આવતા જાય છે. આ આધુનિક ઉપકરણોની મદદથી જૈન ધર્મમાં રસ-રુચિ ધરાવતા પ્રત્યેક યુવકો ખૂબ ઉત્સાહથી માહિતી આદાન-પ્રદાન કરી શકે. જૈન મહાપુરુષોના જીવનઆધારિત બોધદાયક ચારિત્ર્યઘડતરની વાતો, તેઓનું જીવન-કવન અને એનિમેશન ફિલ્મ પણ બનાવી શકે. કોઈ પણ વસ્તુ શીખવવાની પદ્ધતિમાં નીચેની બાબતો જોઈએ : (૧) સરળ, સુંદર, સચિત્ર, કલરફૂલ સ્લાઈડથી રસપૂર્ણ સમજાવટ (Power presentation). (૨) વૈવિધ્યસભર વાતો (ક) પ્રોત્સાહનકારક તેમ જ હકારાત્મક અભિગમ (૪) જ્ઞાન સાથે ગમ્મત (૫) ધર્મકથાની સુંદર છણાવટથી દેશ-વિદેશમાં રહેતાં બાળકો – યુવાનાને ધર્મ પ્રત્યે જિજ્ઞાસાનું ઝરણું વહેશે. જૈન ધર્મ પ્રત્યે મહાન પુરુષો પ્રત્યે અહોભાવ જાગશે અને અંતરના ઊંડાણથી મારા જિનેશ્વર પ્રભુ આવા હતા ! તેમ એકસાથે બોલશે. (૫) હમણાં થોડાક સમયથી મૅગેઝિનમાં સચિત્ર લેખો, રંગબેરંગી ચાર્ટ ૧૮૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy