SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ©©© જ્ઞાનધારા ૭૦ ધર્મને પામ્યા છીએ એવું કહી શકાય. તો ચાલો, યુવાનોને ધર્માભિમુખ કરવાની સમ્યફ દિશા તરફ પ્રયાણ કરીએ. ઘર્મ માત્ર પોથીમાં પુરાઈ રહે તો રાષ્ટ્રનું કલ્યાણ ન થઈ શકે, ન આત્માનું કલ્યાણ થાય, ન સમાજનું કલ્યાણ થઈ શકે. માટે ધર્મને પ્રેક્ટિકલ લાઈફમાં લાવો. જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા કરો, ઉદાસીન વડીલના મોઢા પર એક સ્મિત લાવો અને પરસ્પર એકબીજાના તાંતણે બંધાતા રહીએ. એકબીજાની મુશ્કેલી જાણો અને એને દૂર કરે તો હું માનું છું કે તમે ધર્મનો યથાયોગ્ય ઉપયોગ કર્યો કહેવાશે. બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારે જ એનું જતનપૂર્વક ચિંતન કરો એટલે મૂળગત સંસ્કારો એમાં આવિર્ભત થશે. વ્રત, જપ, તપ, કથાઓ, સારા પ્રસંગોનું વાંચન ઇત્યાદિ વાંચન રાખો, જેથી ધર્મનું સિંચન કરી શકાય. ધર્મ બાળકમાં નાનાપણથી જ પેદા થાય એ માટેના પ્રયાસ ચોક્કસથી કરવા રહ્યા. બાળક જપ, તપ, દેરાસર, પાઠશાળા ઈત્યાદિમાં યથાશક્તિએ જતો થાય તેવા પ્રયત્નો ચોક્કસ કરવાના રહેશે. તિલક કરતો થશે પછી આપણે એના અર્થને સમજાવી શકીશું. ધીમેધીમે એ પણ ખયાલ આવશે કે તિલક એ મેકઅપ નથી, પરંતુ દેહનું ચેકઅપ છે. આવાં ગૂઢ રહસ્યો સુધી આવી ક્રિયાઓથી કરી શકાશે. માટે સૌથી પહેલા એને આ પ્રારંભિક તબક્કામાંનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે જેથી ધર્મના બોધને પામવા આ ક્રિયાઓમાં અભિરુચિ કેળવે એ ખૂબ મહત્ત્વનું છે. જેમ મદાલસાના પુત્રોએ આઠ વર્ષે વૈરાગ્ય ધારણ કર્યું હતું. આજના યુગમાં બાળક જન્મે છે જ ફાસ્ટ લાઈફમાં. લાડી-ગાડી-વાડીના મોહમાં ધર્મ ભુલાઈ ગયો છે. યાદ કરો ત્રણ વાણિયાનું દટાંત. આધુનિક વાતાવરણમાં બાળક જીવી રહ્યાં છે. એવાં બાળકો પહેલાંથી જ એપલ, B બ્લ્યુટૂથ, c-સીડી, ઈ-ડિવાઈડર, Eઇન્ટરનેટ, T-ટેબ્લેટ, wવોટસએપ આવા શબ્દોરૂપી મોહમાં જકડાઈ ગયાં છે, તો આ પરિસ્થિતિમાં આપણે ધમનાં મૂલ્યોનું સિંચન પણ જરૂરી છે. આવી પરિસ્થિતિમાં આપણે ધર્મનાં મૂલ્યોનું સિંચન અતિઆવશ્યક છે. અ-અહિંસા, દ-દયા, ક-કરુણા, વ-વિનય, ક્ષ-ક્ષમા જેવા શબ્દો પણ બાળકને શીખવીએ, કારણકે નાનપણથી બાળક આવા શબ્દો બોલશે તો ચોક્કસથી એ શબ્દના અર્થને પણ પામશે અને શબ્દના પણ પોતાના વાઈબ્રેશન - ૧૦૬ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy