SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ છ0 C જ્ઞાનધારા 'જળપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જળપૂજા ફળ મુજ હજો, માગું એમ પ્રભુ પાસ.' (હે સાધકો) આ જળપૂજા યુક્તિપૂર્વક કરો, જે કરવાથી અનાદિનો કર્મમળરાગદ્વેષરૂપ સહજ મેલ વિનાશ પામે. આ જળપૂજાનું - આત્મશુદ્ધિરૂપ ફળ થાઓ એવું પ્રભુ પાસે માગીએ છીએ. ચંદન દ્વારા સંસારઅટવીમાં આત્મા માટે શીતળતા, પુષ્પ દ્વારા આત્મા માટે સુગંધીપણું, કોમળતા, કામવિજય, ધૂપ દ્વારા કર્મદહન અને મિથ્યાભાવથી મુક્તિ, દીપક દ્વારા જ્ઞાનરૂપ જ્યોતિ, અક્ષત દ્વારા આત્મગુણોની પૂર્ણતા અને અખંડિતતા, નૈવેદ્ય દ્વારા અણાહારીપણું અને ફળ દ્વારા મોક્ષફળની અભિલાષા વ્યક્ત કરવામાં આવે છે. આ દ્રવ્યપૂજા બાદ સાધક પરમાત્માની ભાવપૂજામાં પ્રવૃત્ત થાય છે. આ ભાવપૂજામાં શાસ્ત્રોક્ત નમુત્થણ' આદિ સૂત્રો દ્વારા પરમાત્માની ગુણસ્તવના ક્ય પછી સાધક-આત્મા પરમાત્માની મધુર સ્વરે ગુણસ્તવના કરે છે. સંસ્કૃત-પ્રાકૃત આદિ સ્તોત્રોની સાથે જ આપણા કવિઓએ વિપુલ માત્રામાં ગુજરાતી ભાષામાં સ્તવનો રચ્યાં છે. આ સ્તવનોમાં પરમાત્મગુણોની સ્તવના કરતા, પરમાત્માના સ્વરૂપનું દર્શન કરતા આ ભક્તિકવિઓએ પરમાત્મસ્વરૂપ અને પોતાના સ્વરૂપના ઐક્યનું દર્શન કર્યું છે. સાધનામાર્ગમાં આગળ વધેલા સાધકો નિત્ય ઉપાસનામાં આવાં અર્થગંભીર સ્તવનોનું ગાન કરવાનું રાખે, તો એની સર્વ ક્રિયાઓ અત્યંત જીવંત અને અર્થપૂર્ણ બની રહે. પરમભક્તિયોગી ઉપાધ્યાય યશોવિજયજીની સ્તવનરચનાઓ પ્રભુ સાથે ભક્તિનો રંગ લગાડવાનું ઉત્તમ માધ્યમ છે. પ્રભુ સાથે એક વાર ભાવભક્તિનો નાતો બંધાઈ જાય, પછી સાધકના આત્મામાં પ્રભુગુણોનો પ્રવેશ થાય. ગુણિયલ સંગે આત્મા પણ ગુણવાન બની જાય. આમ, આત્મગુણોના વિકાસની પ્રક્રિયાને શ્રી અનંતનાથ સ્તવનમાં કવિએ સુંદર રીતે આલેખી છે : ઉત્તમ ગુણ અનુરાગથી, લહુએ ઉત્તમ કામ રે, ઉદબિંદુ સાયર ભળ્યો, જિમ હોય અખય અભંગ રે. પ્રભુ ગુણોના ભંડાર છે, એની સાથે મૈત્રી કેળવનાર પ્રભુ જેવા જ બની જાય - ૧૫૯ ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy