________________
×
C જ્ઞાનધારા O
ગુજરાતી ભાષાનું વ્યાકરણ યોજ્યું છે. એમનું પ્રાકૃત વ્યાકરણ બધાં પ્રાકૃત વ્યાકરણોમાં વધુ પૂર્ણ અને વ્યવસ્થિત છે. એમના અપભ્રંશ વ્યાકરણે અપભ્રંશ સાહિત્યની રસસમૃદ્ધિનો ખરેખરો પરિચય કરાવ્યો. આ વ્યાકરણ સંક્ષિપ્ત હોવા છતાં એમાં બધાં અંગોનો સમાવેશ થયો છે. આમ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું સિદ્ધહેમ જેવું વ્યાકરણ એ પછી અદ્યાપિ લખાયું નથી.
અભ્યાસીને અનુકૂળ એવી આની વિષયગોઠવણી અને પરિભાષાને કારણે એફ. કીલહોર્ન (E. Kelihorn) આને The best grammar of the Indian middle ages' કહે છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે સિદ્ધહેમ અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આ વ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અક્ષરકીર્તિ સમગ્ર દેશમાં પ્રસરાવી. આ વ્યાકરણને હાથી પર અંબાડીમાં મૂકીને ધામધૂમથી પાટણમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી. એ રીતે ગુજરાતમાં વિદ્યાપ્રતિષ્ઠાનો પ્રારંભ થયો.
રાજા સિદ્ધરાજે રાજ્યના ત્રણસો લહિયા રોકીને આની અનેક પ્રતિલિપિઓ તૈયાર કરાવી, એટલું જ નહિ, પરંતુ અંગ, બંગ, કોંકણ, કર્ણાટક તેમ જ કાશ્મીર સુધી આખા દેશમાં તેમ જ નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂર દૂરના દેશોમાં એની પ્રતિલિપિઓ મોકલાવી. ગુજરાતી વિદ્વત્તાની જ્ઞાનજ્યોત એમ એવી સુંદર રીતે પ્રગટી કે એનો પ્રકાશ પહેલી વાર દેશના સીમાડાઓને વીંધીને દેશપાર ગયો. વાણિજ્યમાં દેશાવર ખેડનાર ગુજરાતે જ્ઞાનપ્રસારમાં પહેલી વાર દેશાવર ખેડચો. આ ગ્રંથ પર વિદ્યાધરગણિ દેવાનંદ અને વાયટગચ્છીય અમરચંદ્રસૂરિએ રચનાઓ કરી છે.
‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ના એક સ્વતંત્ર વિભાગ તરીકે હેમલિંગાનુશાસન પ્રાપ્ત થાય છે. આઠ અધ્યાયનાં ૭૬૩ સૂત્રોમાં આની રચના કરી છે. આની પાછળનો હેતુ તો અભ્યાસીઓને લિંગવિધાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. આથી બીજા લિંગાનુશાસન કરતાં આ કૃતિ વિસ્તૃત અને નોખી ભાત પાડનારી છે. પદ્મબંધમાં રચાયેલા આ ગેય ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે અમરકોશની શૈલી પ્રમાણે પદ્યમાં સ્ત્રીલિંગ, પુંલ્લિંગ અને નપુસકલિંગ – એમ ત્રણેય લિંગોમાં શબ્દોનું વર્ગીકરણ કર્યું છે. ‘શબ્દાનુશાસન’ અને ‘કાવ્યાનુશાસન’ પછી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે
૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org