SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ © C જ્ઞાનધારા 100 વડે તમે ધારો એ સાધ્ય કરી શકો છો કારણ યુવાન એ તો શક્તિનો સ્ત્રોત છે. એનું બળ અમુક સમય માટે જ હોય છે. એ સમયે એ બળ-શક્તિ લાપરી તો વાપરી નહિ તો ગઈ. યુવાની આવે છે, બળ-શક્તિ લઈને આવે છે પણ એનો ઊગવાનો-ખીલવાનો કાળ એ બહુ મર્યાદિત છે, એ રહે નહિ. ઘડપણ આવે એ જાય નહિ, એ આપણને લઈને જાય. એમાંથી જે કાઈ બચાવી શકે એમ હોય તો આ યુવાની છે, એ સમયમાં જો સમ્યફ દિશા, સાચું જ્ઞાન મળી જાય તો જીવન પલટાઈ જાય. આ યુવાની માણસોમાં જ નહિ પણ કુદરતમાં પણ જોવા મળે છે. ખેડૂત માટીમાં બીજ-પાણી-ખાતર નાખીને વાવે છે. એને વિશ્વાસ છે કે આ બીજ ધરતી ફાડીને બહાર આવશે કારણ કે એ બીજ છે. પથરો કે હીરો વાવો તો એ બહાર નહિ આવે. જે નાનકડું બીજ છે, એમાં શક્તિ છે કે એ ધરતી પાડીને બહાર આવશે. બીજમાં ઊર્જા છે તો એ ધરતી ફાડી શકે છે. માણસમાં, યુવાનમાં ઊર્જ છે તો એ શું ન કરી શકે અને માણસ બીજ કરતાં કોઈ રીતે ઓછો નથી પણ એ પોતાનામાં રહેલી શક્તિને જાણે નહિ તો એ બધી શક્તિ બહાર-દુનિયાની વસ્તુઓ માટે ખર્ચી નાંખે છે અને પોતાને માટે દેવાળિયો બની જાય છે. મોટા ભાગના માણસો બધું ભેગું કરી – અહીં જ મૂકીને જાય છે. આપણો જૈનધર્મ બહુ સ્પષ્ટ વાત કરે છે, આત્મા સો પરમાત્મા. આ સ્વમાંથી પોતાનામાંથી એક ભગવત તત્વ ઊભું કરવાનું છે. આ આપણો ધર્મ છે. આપણને આ વારસો મળ્યો છે અને એ વારસો જો કોઈ સાચવી શકે એમ હોય તો યુવાનો સાચવી શકશે. આજની પેઢીને. એ અનુભવ કરાવવો પડશે કે પોતાની અંદર જ આ ઊર્જા, શક્તિ રહેલી છે એને જાણીને ઉપયોગમાં લેવાની છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy