SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ SSC C જ્ઞાનધારા 0.00 વિષયો પર સળંગ શાસ્ત્રીય અને અભ્યાસપૂર્ણ ગ્રંથો આપનાર શ્રી હેમચંદ્રાચાર્ય જેવી ભાગ્યે જ કોઈ વિરલ પ્રતિભા મળી આવશે. એ જ્ઞાનજ્યોતિએ દૂર કરેલા અજ્ઞાનના અંધકાર વિશે શ્રી સોમપ્રભાચાર્ય “શતાર્થકાવ્યમાં કહે છે – क्लुप्तं व्याकरणं नवं विरचितं छंदो नवं द्वयाश्रयालंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्क: संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ।। નવું વ્યાકરણ કમ્યું નવું છંદશાસ્ત્ર રચ્યું; દ્વયાશ્ચમ મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાય અને નવાં જ પ્રકટ કયાં શ્રીયોગશાસ્ત્રને પણ નવું રચ્યું નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યો; જિનવરોનાં ચરિત્રનો નવો ગ્રંથ રચ્યો, કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી ? ગુજરાતી સાહિત્યના પરોઢનો ઝાંખો પ્રજા સિદ્ધહેમશબ્દાનુશાસને સૌપ્રથમ દર્શાવ્યો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની વિપુલ મુતરચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંસ્કારિતા જગાડનારી એક ઘટનાના પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ શ્રી યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. આ ગ્રંથભંડારમાં ભોજરાજવિરચિત 'સરસ્વતીઠાભરણ નામના વ્યાકરણગ્રંથ પર સિદ્ધરાજની દષ્ટિ પડી. વિશેષ તપાસ કરતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજનું વ્યાકરણ જ એના રાજ્યમાં ભણાવાતું હતું. ભોજરાજની વિદ્વત્તાની પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા દેખાડી. આ સમયે ભોજના વ્યાકરણ કરતાં ચડિયાતું વ્યાકરણ રચી શકે તેવા સમર્થ શક્તિશાળી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જ હતા. - વિ. સં. ૧૧૭માં એમને આ વ્યાકરણ લખવાનું સોંપાયું. સિદ્ધરાજે તે માટે ઠેરઠેરથી હસ્તપ્રતો મગાવી. છેક કાશ્મીરથી આઠ વ્યાકરણો મગાવ્યાં. આ વ્યાકરણોની મદદથી અને સ્વ-પ્રતિભાથી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય “સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનંતીથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ એનું નામ જોડીને નામાભિધાન કર્યું. અગાઉના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy