SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ OCCC જ્ઞાનધારા OિOGO - પ્રતિક્રમણ કરવા હોય તો કરી શકતો નથી. ત્યારે ધર્મસ્થાનોમાં લોકરની વ્યવસ્થા હોવી જોઈએ જ્યાં એ પોતાનાં કીમતી ગેઝેટો જમા કરીને અંદર નિશ્ચિત બેસી શકે. કદાચ કોઈ યુવાન આ ગેઝેટો સાથે આવી જાય તો તેને તિરસ્કૃત ને કરતા પ્રેમથી સમજાવીને આ સાધનો પાસે શા માટે નથી રાખવામાં તે સમજાવવું. આજના યુવાનોને વર્તમાને અસર કરે એવો ધર્મ જોઈએ છે, માટે એને ધર્મનું સ્વરૂપ આગળ બતાવ્યું છે તે સમજાવવું. ધર્મનો મર્મ બરાબર સમજાવવો. • ધર્મના દરેક સિદ્ધાંતો, દંતકથા નહિ, પણ દષ્ટાન્ત સહિત વૈજ્ઞાનિક ઢબે તાર્કિક રીતે સમજાવવા. • આજે રિસોર્ટનો જમાનો છે, માટે જૈન પદ્ધતિના જૈન ધર્મનું સ્વરૂપ સમજાવે એવા પેવેલિયનોવાળા રિસોર્ટ બનાવવા જ્યાં ઓછા ખર્ચે આનંદ-પ્રમોદ કરી શકે એવી વ્યવસ્થાઓ કરવી. આ બધી વ્યવસ્થાઓ જાણકાર શ્રાવકોએ મળીને રૂપરેખા બનાવીને કરવી. શ્રાવકો જ બધી વ્યવસ્થા કરે તો સાધુભગવંતોને એમનો કીમતી સમય આની પાછળ વેડફવો ન પડે. સજ્જનોની નિષ્ક્રિયતા વધુ નુક્સાનકારક છે એ ઉક્તિ અનુસાર શ્રાવકોએ જ આ માટે સક્રિય બનવાની જરૂર છે. યુવાનોને સમજાવી શકે એવો સાધુવર્ગ તૈયાર કરવો. • યુવાનોને માનવતાની પ્રવૃત્તિ ગમે છે તો અનાથઆશ્રમ, બાળગૃહ, પાંજરાપોળ વગેરેની મુલાકાતો લેવી. . જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણેના આનંદ બજારના પ્રોગ્રામો યોજવા. • યુવાનો સમજે એવા ભાષાપ્રયોગ કરવા, અંગ્રેજીમાં પ્રવચનો યોજવા વગેરે. ' ' ' • વ્યાખ્યાનાદિમાં યુવાનોને આગળ બેસાડી આંખોના સંપર્કથી જ્ઞાન પીરસવું. * ધનવાનો માટે નહિ પણ યુવાનો માટે આગળની જગ્યા રિઝર્વ રાખવી. આ સિવાય યોગ્ય લાગે એ પ્રયોગ કરવાથી યુવાનો જરૂર ધર્માભિમુખ થશે. (૪) સત્સંગ: આજનો કેટલોક વર્ગ આર્થિક-બૌદ્ધિક વિકાસાર્થે વિદેશમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy