________________
૫૪.
વડોદરાનાં જિનાલયો
સૂરીશ્વરેણ ઈતિ ભદ્ર ભવતુ ભવ્યભ્ય. . . . . . . . . ”
દેરાસરની ઐતિહાસિક ભૂમિકા દર્શાવતાં નીચે મુજબના બે પ્રતિષ્ઠા પ્રશસ્તિ લેખ દેરાસરમાં પ્રાપ્ત થાય છે.
( ૧ ) “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના ભવ્ય જિનાલયમાં જિનબિંબાદિની પ્રતિષ્ઠા પ્રશસ્તિ. . . . . . . વડોદરાના ફત્તેપુરાના પ્રાચીન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના જિનાલયનો આમૂલચૂલ જીર્ણોદ્ધાર કરાવી મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આદિ નવ જિનબિંબોની પ્રતિષ્ઠા સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ ની મહામહોત્સવ પૂર્વક પ. પૂ. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજીના પટ્ટધર મ. સા. ૫. પૂ. આચાર્ય શ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ પરિવાર સહિત કરી હતી. તે જિનમંદિરમાં તેઓ પૂજય પ્રતિષ્ઠા કારકાચાર્ય શ્રી ના વરદ્ હસ્તે કાઉસગ્ગ મુદ્રાવાળા શ્રી નાકોડા પા, શ્રી નાગેશ્વર પા., શ્રી માણિભદ્ર, શ્રી પદ્માવતી તથા પૂ. શાસનસમ્રાટ આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ આદિની મૂર્તિ તથા પૂ. દાદા જિનદત્તસૂરિ, દાદા કુશલસૂરિ મ.ની ચરણ પાદુકાઓની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૨ વૈશાખ સુદ ૩ સોમવારે ફરમાવેલ શુભમુહૂર્ત કરવામાં આવી છે.
( ૨ ) “શ્રી પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન પ્રતિષ્ઠા પ્રશસ્તિ ફત્તેહ પુરઈ શંખેશ્વર પાસજી વંદઈ (તીર્થમાલા)
શ્રી વડોદરાના ફત્તેહપુરાના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનમંદિરની પ્રાચીનતા અંગે પ્રાપ્ત થતી “કિંવદન્તિ’ મુજબ આજથી લગભગ ૪૫૦ વર્ષ પૂર્વે પાવાગઢ અનેકવિધ સમૃદ્ધિના શિખરે હતું, ત્યારે તેના વિસ્તારમાં વર્તમાન ફત્તેહપુરા ફત્તેહપુરી નગરી હતી. તે નગરીમાં બાલબ્રહ્મચારી બારવ્રતધારક ઝવેરી ખુશાલચંદ શેઠને નિષ્કામ શ્રી જિનધર્મની આરાધનાના પ્રભાવે દિવ્ય પ્રેરણા થઈ કે વિજાપુરના જિનમંદિરમાં શ્રી નવફણાવાળા પાર્શ્વનાથ ભગવંતના પ્રતિમાજી લઈ આવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નામ રાખી તમારા ગૃહમંદિરમાં પ્રતિષ્ઠા કરો... શેઠ શ્રી એ પ્રેરણાનુસાર પ્રતિમાજી લાવી વૈશાખ સુદ ૧૦ના પોતાના ગૃહમંદિરમાં પ્રતિષ્ઠા કરી અને વિશુદ્ધ ભાવથી પ્રભુજીની ભકિત કરી સમાધિપૂર્વક દેવગત થતાં શેઠશ્રી ના સ્વર્ગગમન બાદ તેમનાં બહેને શેઠશ્રીની સર્વ સંપત્તિ શ્રી સંઘને અર્પણ કરી પોતે દીક્ષા લઈ પોતાનું શ્રેય સાધ્યું. કાળક્રમે ચાંપાનેરથી શ્રી સુમતિનાથજી ભગવાન તથા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનાં બે પ્રતિમાજી લાવી મૂળનાયકની બંને પડખે પધરાવવામાં આવ્યાં હતાં. તથા વર્ષો બાદ શ્રી નવલખા પાર્શ્વનાથજીને પણ પધરાવ્યા હતા. ફત્તેહપુરીના પરમ શ્રદ્ધાળુ શ્રી જિનશાસન રસિક મહાનુભાવોની શ્રદ્ધા, પ્રીતિ અને ભકિતના કારણે તે જિનમંદિર વધાવી લેવાની વિચારણા સુધી પહોંચ્યું. પરંતુ જાગૃત અધિષ્ઠાયકના પ્રભાવથી વડોદરા નગર તેમજ ઉપનગરના શ્રદ્ધાળુ મહાનુભાવોની સવિશેષ શ્રદ્ધા અને ભકિતમાં વૃદ્ધિ થવા લાગી અને જોગાનુજોગ સ્વર્ગસ્થ પૂજય મુનિ શ્રી દયામુનિજી મ. સા.ની પ્રેરણા પણ સહાયક બની છે. જેથી દેવવિમાન સરખું શિખરબદ્ધ આ જિનચૈત્ય તૈયાર કરવામાં આવ્યું છે. તેથી જિનમંદિરમાં મૂળનાયક શ્રી શંખેશ્વર