________________
વડોદરા જિલ્લાનાં જિનાલયોની ઐતિહાસિક માહિતી તથા અન્ય માહિતી એકઠી કરી પ્રકાશન કરવા માટે શ્રીમતી પારૂલબેનનો આ પ્રસંગે આભાર માનું છું. તથા આ કાર્યમાં જોડાયેલા બહેનોનો પણ આભાર માનું છું.
આ ગ્રંથમાં પ્રકાશિત થયેલ માહિતી એકત્ર કરવા માટે મુખ્ય આર્થિક સહયોગ સંબોધિ સંસ્થાન તરફથી પ્રાપ્ત થયો છે, છબીઓ (ફોટોગ્રાફસ) તથા પ્રકાશન માટે પણ સંબોધિ સંસ્થાન નામની સંસ્થાએ તથા ગ્રંથ સંરચના અને કૉપ્યુટર આદિ દ્વારા સુંદર પ્રકાશન કાર્ય માટે શારદાબેન ચિમનભાઈ એજયુકેશનલ રિસર્ચ સેન્ટરનો સહકાર અને સહયોગ મળ્યો છે. આ માટે તે સહુનો હું ખૂબ જ આભાર માનું છું.
જૂન, ૨૦૦૭, અમદાવાદ.
સંવેગ લાલભાઈ
- પ્રમુખ શેઠ આ. ક.. પેઢી