________________
૪00
વડોદરાનાં જિનાલયો
નેમિનાથ નાંમ હુઈ નવનિધિ, ઋદ્ધિ વૃદ્ધિ દાતાર,
ઉજલ ભાવે સીસ પઈ નાંમિએ, તે પામે ભવપાર. ૭ અંત .......... સંવત સોલ છવ્વીસમે,રાસ રચ્યો ઉલ્હાસિ
કીસ્મીપુર પાટણિ, જિહાં મૂલનાયક પાસ,
ચરણ કમલ તેહના નમી, કીધો વંકચૂલ રાસ. (૭) વિ.સં. ૧૮૪૯ માં ભરૂચ મુકામે શ્રી વિજયદેવસૂરિની શિષ્ય પરંપરામાં શ્રી અમૃતવિજયના
શિષ્ય રંગવિજયે રચેલ “શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠાકલ્પ સ્તવન”માં નીચે મુજબ ઉલ્લેખ છે. “આ સ્તવનમાં સં. ૧૮૪૯ માં ફાગણ સુદ-૫ ને શુક્રવારે ભરૂચમાં શેઠ શ્રી સવાઈચંદ ખુશાલચંદે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવેલ તે પ્રસંગને લઈને પ્રતિષ્ઠાની
સર્વવિધિ બતાવી છે.” (૮) વિ.સં. ૧૮૬૦ માં આસો સુદ-૧૩ ના રોજ ભરૂચ મુકામે શ્રી રંગવિજય મ.સા. દ્વારા
“પાર્શ્વનાથ વિવાહલો” ૧૮ ઢાળની રચના કરી જેમાં અંતની કડીમાં આ મુજબ લખેલ છે. .
સંવત અઢાર ને સાઠની, ધનતેરસ દિન ખાસ રે, ભૃગુપુર ચોમાસુ રહી, કીધો એ અભ્યાસ રે. આ રચનાની પ્રતિ સંવત ૧૮૯૭ માં ભરૂચ મુકામે લખાઈ તેમાં આ મુજબ નોંધ છે. સંવત ૧૮૯૭ના વર્ષે વૈશાખ માસે શુક્લ પક્ષે ૭ તિથૌ ભૃગુપુર મધ્યે શ્રી મુનિસુવ્રત પ્રાસાદાત.