________________
પરિશિષ્ટ-૨
ભરૂચની જૈન ઘટનાઓની તવારીખ
(૧) વિ.સં. ૧૦૪૬ માં શ્રી લક્ષ્મણસૂરિના શિષ્ય શ્રી શીલરુદ્રગણિના શિષ્ય શ્રી પાર્શ્વિલ્લગણિએ શ્રી મુનિસુવ્રત સ્વામીના શકુનિકા વિહારમાં (મૂલ વસતિમાં) ત્રણ પ્રતિમાઓની અંજનશલાકા કરાવી હતી.
ગુજરાતના કડી ગામમાં જૈન વિદ્યાર્થી ભવનના ઘર દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરિકરવાળી ધાતુ મૂર્તિ પર નીચે મુજબનો લેખ જોવા મળે છે.
આસીન્નાગકુલે લક્ષ્મણસૂરિ ર્નિનાન્ત શાન્ત મતિઃ । તગચ્છે ગુરુવર્ય નામાઽસ્તિ શીલરુદ્રગણિઃ ॥૧॥
શિષ્યણ મૂલવસતૌ જિનત્રયમકાર્યત ભૃગુકચ્છે । તદીયેન પાર્શ્વિલ્લગણિના વરમ્ ॥૨॥ શક સંવત ૯૧૦
(૨) વિ.સં. ૧૧૫૮ માં આચાર્ય શ્રી દેવભદ્રસૂરિએ ભરૂચમાં “કહાયણ કેસો;” વિ.સં. ૧૧૬૫ માં ભરૂચમાં આમ્રદત્તના મંદિરમાં રહી પ્રાકૃતમાં પાર્શ્વનાથ ચરિત્ર; વિ.સં. ૧૧૬૮ માં ભરૂચની આંબડ વસ્તીમાં “સિરિપાસનાહચરિયું, પ્રમાણ પ્રકાશ, આરાહણા, અણંતજિણથયું, થંભણપાસનાકથયું, વીતરાગ સ્તવન વગેરે ગ્રંથોની રચના કરી.
(૩) વિ.સં. ૧૧૯૮ માં જયસિંહે ભરૂચ મુકામે “બિલ્હણે વિમળસૂરિષ્કૃત પઉમચરિય’” તાડપત્ર પર લખ્યું.
(૪) વિ.સં. ૧૨૩૬માં આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિએ ભરૂચના અશ્વાવબોધ તીર્થમાં રહી ધર્મદાસગણિની “ઉપદેશ માલા” પર દો ઘટ્ટી નામની વૃત્તિ રચી.
(૫) વિ.સં. ૧૩૦૩ ના કાર્તિક સુદ-૧૦ ને રવિવારે આહડના પુત્ર શ્રીપાલે ભરૂચમાં આચાર્યશ્રી કમલપ્રભસૂરિના ઉપદેશથી “અજિતનાથ ચરિત્ર” લખાવ્યું.
(૬) વિ.સં. ૧૬૨૬ માં પાટણ મુકામે આચાર્યશ્રી સોમવિમળસૂરિ મ.સા.ના શિષ્ય શ્રી ભુવાને ૮૦ કડીના વંકચૂલ રાસની રચના કરી જેની શરૂઆતની કેટલીક કડીઓ આ મુજબ છે.
આદિ
ભરૂઅચે મુણિસુવિય વાંદીજે, કીજે સેવા સારી
એકચિતિ નિરંતર ધ્યાઓ, જિમ પામો દેવદ્વારી. ૬