________________
૨૪૦
વડોદરાનાં જિનાલયો વિ. સં. ૨૦૪૬માં આ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શેઠ શ્રી આશાભાઈ સોમાભાઈ પરિવાર દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.
પ. પૂ. આચાર્ય શ્રી નવિનસૂરીશ્વરજી મહારાજ સાહેબ એવું આચાર્ય શ્રી હિરણ્યપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી શા. સૌભાગ્યમલજી પૂનમચંદજી પોખાલની યાદમાં ધર્મપત્ની ધાપૂબાઈ બેટા નકુળરાજજી પોતા – દીનેશકુમાર જીતેન્દ્રકુમાર તથા પરિવાર નેલુરના તરફથી ઉપાશ્રય દેરાસરના નિર્માણમાં સહયોગ પ્રાપ્ત થયો છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૬ છે જે દિવસે ચડાવો બોલીને ધ્વજા બદલાય છે તથા અઢાર અભિષેક અને સ્વામિવાત્સલ્ય રાખવામાં આવે છે. દેરાસરનો વહીવટ કેવડીયા કોલોની જૈન સંઘ હસ્તક છે.
દેરાસરની નીચે શ્રાવક-શ્રાવિકા બંનેના ઉપયોગ માટે એક જ એવો લલિતાબેન આશાભાઈ પટેલ જૈન ઉપાશ્રય છે.
હાલ ગામમાં ૧૨ જૈન કુટુંબો વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૪૬નો છે.
(૪) શ્રી શાંતિનાથનું ગૃહ ચૈત્ય
નિશાળ ફળિયું, ડેડીયાપાડા. તા. ડોડિયા પાડા. ભરૂચથી ૭૫ કિ.મી.ના અંતરે આવેલા ડેડીયા પાડા ગામમાં નિશાળ ફળિયામાં શ્રી શાંતિનાથ ભગવાનનું ધાબાબંધી ઘરદેરાસર પ્રથમ માળ પર આવેલું છે.
મધ્યમ હોલમાં પ્રભુને પ્રદક્ષિણા આપવાની જગ્યા છે તેમજ મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૨૧"ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા અને શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૧૬માં ખરતરગચ્છના શ્રી જિનમહોદયસાગરસૂરિ અને સાધ્વીજી શ્રી વિચક્ષણાશ્રીજીના સુશિષ્યા શ્રી મણિપ્રભાશ્રીજીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.
દેરાસરની નીચે શ્રી વિચક્ષણ સ્વાધ્યાય ભવન ખરતરગચ્છનો ઉપાશ્રય છે. ગામમાં ૧૦ ખરતરગચ્છીય જૈન કુટુંબો વસે છે.
શેઠ શ્રી પોખરાજજી માણેકલાલ જૈન ભણશાલીની માલિકીની જગ્યામાં તેઓએ સ્વદ્રવ્ય દેરાસર બંધાવેલ છે.
જિનાલયનો સમય સં. ૨૦૫૬નો છે.