________________
દાહોદ જિલ્લાનાં જિનાલયો
(૧) શ્રી શાંતિનાથ જિનાલય
મેઈન બઝાર, ઝાલોદ રોડ-હાઈવે, લીમખેડા. લીમખેડાના મુખ્ય બજારમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું સામરણયુક્ત શિખરવાળું, આરસનું બનેલું પ્રથમ માળ પર દેરાસર આવેલું છે.
દેરાસરના પ્રવેશદ્વાર પર ઊભેલા દ્વારપાળની આકૃતિ છે જ્યાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે. અહીં બે બાજુ શ્રી માણિભદ્રવીર અને શ્રી પદ્માવતી માતાની પ્રતિમા બિરાજમાન છે. - મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૨૫" ની પરિકરયુક્ત પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ અને ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે.
વિ. સં. ૨૦૫૬ વૈશાખ માસ કૃષ્ણ પદ પ્રતિપદા તયો બુધવારે લીમખેડા નગરે અંજનશલાકા મહોત્સવે મૂળનાયક શ્રી શાંતિનાથ જીન બીમ્બ પ્રતિષ્ઠિત આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વર ના પટ્ટધરાચાર્ય માલવદેશોદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરશ્ચા આચાર્ય નવરત્નસાગરસૂરીશ્વરભિઃ મુનિ શ્રી જિનરત્નસાગર આદી મુનીશ્વરે યુક્તણ કારાપીતમ્ • • • • • • • • . . . . . . . . . . . . નિવાસી. ”
1 વિ. સં. ૨૦૧૬માં આચાર્ય શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શેઠ શ્રી દિનેશભાઈ કાંતિલાલ ભણસાલીએ પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ચૈત્ર વદ ર છે જે નિમિત્તે સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ શેઠ શ્રી મણીલાલ ચુનીલાલ માંડીબારવાળા પરિવાર તરફથી ધ્વજારોહણ કરવામાં આવે છે.
દેરાસરની નીચે શ્રાવકનો ૧ ઉપાશ્રય છે. ગામમાં હાલ આશરે ૪ જૈન કુટુંબો વસે છે.