SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો સંગેમરમર નિર્મિત શિખરબદ્ધ જિનાલયે વિ. સં. ૨૦૫૨ વી૨ સં. ૨૫૨૨. ફાલ્ગુન કૃષ્ણ ચતુર્થો શનિસ્વાતિ સિદ્ધિયોગે શ્રી મહાપ્રભાવિક મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી જિનબિંબાનાં ભવ્ય પ્રતિષ્ઠા તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાદિ જિનબિંબાનાં અંજનશલાકા ગુરુ વિક્રમ પટ્ટધર આ. જિનભદ્રસૂરીશ્વર ઉપકારી આ. દેવશ્રી યશોવર્મસૂરીશ્વર પૂ. પં. પ્ર. પદ્મયશ વિજય ગણિશ્વરૈશ્વ વીરયશ, અજિતયશવિજયાદિ બહુશિષ્ય/પરિવૃતૈઃ સાધ્વી શ્રી વિનિતમાલાશ્રી, વિપુલમાલાશ્રીજી, આદિ આય્યગણૈઃ અસ્મન્ ગ્રામીય તશિષ્યા વિકશ્વરમાલા, વિરમ્યમાલા શ્રી આદિ આર્યાગêશ્વ અંકલેશ્વર શ્રી સંઘસ્ય શ્રાવક શ્રાવિકૈ અપૂર્વભાવ અદમૃતોત્સાઐ સાષ્ટાહ્નિક મહોત્સવ વિધતા. 33 ૧૭૩ રંગમંડપ લાંબો છે. રંગમંડપમાં એક બાજુ ગભારો છે. બીજી બાજુ છત્રી છે. છત્રીમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે. રંગમંડપમાં ડાબી તરફના ગોખલામાં શ્રી પદ્માવતી દેવી, શ્રી ચક્રેશ્વરી દેવી અને શ્રી માણિભદ્રવીરની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. ગોખમાં કુમાર યક્ષ અને ચંડા યક્ષિણીની મૂર્તિ પણ છે. રંગમંડપમાં જમણી બાજુ દિવાલ ૫૨ શ્રી શત્રુંજય, શ્રી ચંપાપુરી, શ્રી શિખરજી તીર્થના પટ ઉપસાવેલાં છે. તે ઉપરાંત કાપડનો શ્રી શત્રુંજય તીર્થનો પટ પણ છે, જે કારતક સુદ ૧૫ના દિવસે દર્શનાર્થે ૨ખાય છે. ચાંદીના પતરાથી જડેલી ગર્ભદ્વારની બારસાખ આરસની છે. ગર્ભગૃહ નાનું છે. આરસના પબાસન ઉપર મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીની ૧૩" ની પ્રતિમા બિરાજમાન છે. ગભારામાં ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા ૫૨ નીચે મુજબનો લેખ છે. “શ્રી વીરપ્રભવે ૨૫૬૧. વિક્રમ શર્કરા ૧૯૯૯- માઘ માસે કૃષ્ણ પક્ષે શ્રીમાલી જ્ઞાતિ વાસ્તવ્ય પ્રાગવાટ જ્ઞાતીય શ્રીમદ્ આત્મજ સાંકળચંદ પરિવાર સુત શુક્લ જનસ્ય શ્રેયાર્થે કુટુંબ સહિતે શ્રી વાસુપૂજ્ય પ્રભો મૂર્તિ કારિતાં પ્રતિષ્ઠાપિત । તપાગચ્છીય આચાર્યનંદ સાગરેણ ચંદ્રવાસરે શ્રી સિદ્ધક્ષેત્રે . ઉપર શિખરમાં વચ્ચે નાના રૂમમાં આરસના પબાસણ ઉપર શ્રી મહાવીરસ્વામીની ૨૧" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૨૦૫૨ના ફાગણ વદ ૪ના દિવસે થઈ હતી. દેરાસરની વર્ષગાંઠ તિથિના દિવસે ધ્વજારોપણનો મહોત્સવ થાય છે. તેના માટે ચઢાવો બોલવામાં આવે છે. આ દિવસે ક્યારેક જમણવાર થાય છે. પ્રભાવના થાય છે. ભાઈઓનો એક ઉપાશ્રય છે. દેરાસર અને ઉપાશ્રયનો સમગ્ર વહીવટ શ્રી અંકલેશ્વર શ્વે. મૂ. પૂ. જૈન સંઘના હસ્તક છે. જિનાલયનો સમય સં. ૨૦૫૨નો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy