________________
૧૬૦
વડોદરાનાં જિનાલયો જમણી તરફ શ્રી નેમનાથ ભગવાન અને ડાબી તરફ શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
“શા ૯૨૧ શ. ૧૭૮૬ વ. માઘ શુ. પક્ષે –૭. . . . . . . અચલગચ્છ કછેદ કોઠારાના વા. ઉશવાલ. . . . . . . .
જિનાલયમાં કુલ ૬ પાષાણ પ્રતિમાઓ અને ૬ ધાતુ પ્રતિમાઓ છે.
દેરાસરની પ્રર્તિષ્ઠા વિ. સં. ૧૯૭૧ના જેઠ સુદ-૧૧ના દિવસે થઈ હતી. દેરાસરની આ વર્ષગાંઠ તિથિના રોજ ધ્વજારોપણ થાય છે જેના માટે ચઢાવો બોલવામાં આવે છે. આ દિવસે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે. એક પુરુષોનો ઉપાશ્રય છે. દેરાસર અને ઉપાશ્રયનો સમગ્ર વહીવટ શ્રી અજિતનાથ કબીરપુરા જૈન સંઘ હસ્તક છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. પાષાણ પ્રતિમા ૫ તથા ધાતુ પ્રતિમાઓ ૫ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. અહીં પાષાણ પ્રતિમાઓ ૫ તથા ધાતુ પ્રતિમાઓ ૩ હતી. સંવત ૧૯૭૧માં લગભગ શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. જેનો વહીવટ શેઠ બાલુભાઈ ઝવેરચંદ કોઠારી કરતા હતા. દેરાસર ટેકરા પર છે અને સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૭૧નો છે.
૧૩. શ્રી આદિનાથ જિનાલય (સં. ૧૯૦૦)
વેજલપુર, ભરૂચ. ભરૂચ શહેરમાં નાની બજારમાં વેજલપુરમાં પેસતાં ડાબે હાથે આવેલું સુંદર કોટવાળું, બે માળનું, એક શિખર ધરાવતું આ દેરાસર આરસ અને સાદા પત્થરનું બનેલું છે. દેરાસરનો મુખ્ય ઝાંપો લોખંડનો છે તેની કમાન ઉપર લક્ષ્મીજી અને વાજિંત્ર વગાડતી સુંદર બે પરીઓની આકૃતિ છે. અગિયાર પગથિયાં ચઢતાં મગરમુખી કમાનવાળું પ્રવેશદ્વાર આવે છે. મુખ્ય પ્રવેશદ્વારની ઉપર જન્માભિષેકનો પટ છે. દેરાસરમાં ત્રણ પ્રવેશદ્વાર છે. ત્રણે પ્રવેશદ્વાર પિત્તળના સળિયાવાળા કાષ્ઠનાં બનેલા છે. મુખ્ય પ્રવેશદ્વારની ઉપર પત્થર ઉપર શ્રી આબુજી તીર્થનો પટ કોતરેલો છે. દેરાસરમાં પ્રવેશતાં શ્રી ગૌતમસ્વામી અને શ્રી પુંડરીકસ્વામીની પ્રતિમા આરસના સુંદર ગોખમાં છે. રંગમંડપમાં શ્રી શત્રુંજય, શ્રી અષ્ટાપદ અને શ્રી ગિરનારજીનો પટ છે જે દરેક પત્થર પર ઉપસાવેલા તથા કાષ્ઠ અને કાચની ફ્રેમમાં મઢેલાં છે. રંગમંડપમાં બંને બાજુએ ગોખલામાં ત્રણ-ત્રણ આરસ પ્રતિમા છે.