________________
૧૫૮
વડોદરાનાં જિનાલયો ગર્ભદ્વાર એક છે. મૂળનાયક ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીની ૨૧" ની પ્રતિમા ઉપરાંત એક ધાતુ પ્રતિમા છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે. “શ્રી મુનિસુવ્રત. . . . . . . . ૧૬૮૪ જીત પુર નગર . . . . . . . . ઘોઘા.”
દેરાસરની વર્ષગાંઠ તિથિ ચૈત્ર સુદ ૧૪ છે. તે દિવસે જમણવાર થાય છે. પૂજા અને પ્રભાવના પણ થાય છે. આ પ્રતિમા ભરૂચમાં શ્રીમાળી પોળ ખાતેના શ્રી પદ્મપ્રભુસ્વામીના દેરાસરમાંથી લાવેલ છે.
૧૦. શ્રી શાંતિનાથ ભગવાનનું ગૃહ મૈત્ય (સં. ૨૦૫૦ આસપાસ)
હરિકૃપા સોસાયટી, ભરૂચ. ભરૂચમાં નંદેવાર રોડ પર આવેલી હરિકૃપા સોસાયટીમાં આવેલ બંગલા નંબર બી૧૪માં વસતા શ્રી જીતુભાઈ હેમચંદભાઈ દેસાઈના ઘરમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય આવેલું છે. દેરાસરના પ્રવેશદ્વાર પર મેરૂશિખરનું ચિત્ર છે. દરવાજાની આજુબાજુ બે દ્વારપાળ છે. આરસનું બનેલ આ દેરાસર ધાબાબંધી છે.
ગર્ભદ્વાર એક છે. મૂળનાયક ભગવાન શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુ પ્રતિમા પ" ની છે. શ્રી શાંતિનાથ ભગવાન એક ધાતુના સિંહાસનમાં બિરાજે છે ત્યાં પાછળ મેઘરથ રાજાનાં ભવનું ચિત્રકામ કરેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ આસો સુદ ૧૫ છે. તે દિવસે પૂજા ભણાવવામાં આવે છે અને પેંડાની પ્રભાવના થાય છે. આ દેરાસર આશરે સાત વર્ષ જૂનું છે.
જિનાલયનો સમય સં. ૨૦૫૦ ની આસપાસનો છે.
૧૧. શ્રી વિમળનાથ ભગવાનનું ગૃહ ચૈત્ય
સપા સોસાયટી, ભરૂચ ભરૂચમાં ઝાડેશ્વર રોડ પર આવેલી સત્કૃપા સોસાયટીમાં એક માળના ઉપાશ્રયમાં શ્રી વિમળનાથ ભગવાનનું ઘરદેરાસર આવેલ છે જેની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૯ના પોષ વદ ૧ના રોજ પૂ. આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ભરૂચ નિવાસી શેઠ શ્રી કેસરીચંદ દલીચંદ શ્રોફ પરિવારના હસ્તે કરવામાં આવેલ છે.
પીળા આરસના પબાસન પર આરસની નાની છત્રીમાં મૂળનાયક શ્રી વિમળનાથ ભગવાન ૧૫" આરસની પ્રતિમા બિરાજમાન છે. છત્રીની ઉપર શિખરની રચના છે તથા તેના