________________
૧૫૨
વડોદરાનાં જિનાલયો
ઐતિહાસિક સંદર્ભ
સં. ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૨૦ પાષાણ પ્રતિમાઓ તથા ૨૬ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે દેરાસર બંધાવ્યું હતું. વહીવટ શેઠ ચૂનીલાલ રાયચંદ કરતા હતા. મૂળનાયકની મૂર્તિ પ્રાચીન હોવાનો અને એક પુસ્તક ભંડારનો ઉલ્લેખ થયેલો હતો. દેરાસરની સ્થિતિ સારી હતી.
શેઠ ચૂનીલાલ રાયચંદને ત્યાં ઘરદેરાસર હતું જે સં. અનોપચંદ મૂળચંદ હતા. ત્યાં ૩ સ્ફટિકનાં પ્રતિમાજી હતાં તે આવેલાં છે.
૧૯૪૫માં બંધાવનાર શેઠ આ દેરાસરમાં પધરાવવામાં
૨. શ્રી અનંતનાથ જિનાલય શ્રીમાળી પોળ., ભરૂચ.
ભરૂચમાં આવેલી શ્રીમાળી પોળ મધ્યે શ્રી અનંતનાથ ભગવાનનું પશ્ચિમાભિમુખ ધાબાબંધી જિનાલય આવેલ છે, જેની બાજુમાં જ શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે. પોળમાં પેસતાં સામે જ લોખંડની જાળીવાળા ઝાંપામાંથી પ્રવેશતાં લાંબી ખુલ્લી જગ્યામાં ઓટલાની ડાબીબાજુ શ્રી અનંતનાથ ભગવાનનું રંગકામ કરેલ જિનાલય આવેલું છે.
બે પ્રવેશદ્વારવાળા આ જિનાલયનો સાદો અને લાંબો રંગમંડપ છે. રંગમંડપમાં ડાબી બાજુ આરસનો સહસ્રકુટ પટ તથા જમણી બાજુ કાચના કબાટમાં દિવાલ ૫૨ ચિત્રિત કરેલો શ્રી શત્રુંજય તીર્થનો પટ છે.
જર્મન-સિલ્વર મઢિત એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે શ્રી અનંતનાથ ભગવાનની ૧૯" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી તરફ શ્રી વિમળનાથ ભગવાન અને જમણી તરફ શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. ગભારામાં ત્રણેય પ્રતિમાજી ચાંદીની છત્રીમાં છે. દેરાસરમાં ૪ પાષાણ પ્રતિમાઓ, ૧ સહસ્રકુટમાં, ૮ ધાતુ પ્રતિમાઓ છે.
દેરાસરનો વહીવટ શેઠ શ્રી કરમચંદ જેચંદ ચેરીટેબલ ટ્રસ્ટ કરે છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૭ છે પરંતુ મહા સુદ ૧૩ના દિવસે શ્રી મનમોહનદાસ છગનલાલ પરિવાર દ્વારા ધ્વજારોપણ કરવામાં આવે છે.
શ્રી અનંતનાથ ભગવાનની પ્રતિમા પરના લેખમાં “સં. ૧૮૯૩” તથા આજુબાજુના બંને ભગવાનની પ્રતિમા પરના લેખમાં “સં. ૧૯૨૧' વંચાય છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૪ પાષાણ પ્રતિમાઓ તથા ૧૦ ધાતુ પ્રતિમાઓ હતી. સં. ૧૯૪૨માં આ દેરાસર બંધાવ્યું હતું.