________________
પરિશિષ્ટ
૧૯૧ થયેલ પુત્ર વખતચંદ૬ – આ બંને પુત્રે અમદાવાદના નગરશેઠ તરીકે ફરજ બજાવવાનું માન મેળવે છે. નગરશેઠ ખુશાલચંદની જેમ જ તેમના આ બંને પુત્રોનાં નામ પણ અમદાવાદ શહેરને બચાવવા માટે જાણીતાં છે. રાજસત્તાના આક્રમણની સામે પ્રજાનું રક્ષણ કરવાની ફરજ બજાવતા આ બે ભાઈઓની કર્તવ્યનિષ્ઠાને લગતા પ્રસંગે ઇતિહાસના પાને નેંધાયેલા છે. નગરશેઠ નથુશાના જીવન સાથે સંકળાયેલ એક પ્રસંગની વિગત આ પ્રમાણે છે. ૧૭
કંપની સરકાર વતી બંગાળના લશ્કરના બ્રિગેડીયર જનરલ ડાડે, ફેબ્રુઆરી ૧૭૮૦માં પેશ્વાના ઓફિસરો પાસેથી અમદાવાદ મેળવવાનો પ્રયત્ન કર્યો. સમશેરબહાદુર ફતેહસઘ ગાયકવાડ સાથે જનરલ ગેહાડે કંપની સરકાર વતી કરાર કર્યા પ્રમાણે જનરલ ગોડાઈને અમદાવાદ જીતવાનું હતું. આ માટે ૧૦મી ફેબ્રુઆરી ૧૭૮૦ના દિવસે જનરલ ગેહાડ અમદાવાદ આવીને અમદાવાદની શરણાગતિ માગી. પરંતુ તે સમયના પેશ્વાના બ્રાહ્મણ ગવર્નર રાઘવ પંત તાતિયાએ તે બાબત શક્ય ન હોવાનું જણાવ્યું. થોડા સમય શરણાગતિ માટે રાહ જોયા પછી ૧૫મી ફેબ્રુઆરી ૧૭૮૦ના દિવસે, બીજા કઈ પ્રયત્ન સફળ નહીં થાય તેમ લાગવાથી શહેરની સામે તે પખાનું ખેલ્યું, અમદાવાદમાં ખાનજહાન દરવાજા પાસેની દીવાલમાં ગાબડાં પાડ્યાં આ રીતે હુમલા દ્વારા અમદાવાદ શહેર મેળવ્યું. આ હુમલા દરમ્યાન અંગ્રેજ લશ્કરે કે ઈપણ જતને અત્યાચાર કર્યો ન હતે.
આ સમયગાળા દરમ્યાન, એટલે કે જનરલ ગેડાડે અમદાવાદ પાસે આવીને પડાવ નાખે ત્યારથી તે અમદાવાદ પર હુમલો કર્યો તે દરમ્યાન, ૧મી ફેબ્રુઆરીએ જનરલ ડાર્ડના લકરથી શહેરની પ્રજા અને શહેરની માલમિલકતને બચાવવા માટે શહેરના કેટલાક - આગેવાન નાગરિકોનું એક પ્રતિનિધિમંડળ જનરલ ડાર્ડને મળવા માટે ગયું. આ પ્રતિનિધિમંડળમાં નથુશા ખુશાલચંદ– નગરશેઠ, શેખ મહમ્મદ સાલેહ – કાછ, મીયા મીરઝા અમુ – બાદશાહી દીવાન વગેરેને સમાવેશ થતું હતું. તેમણે થોડી રાહ જોઈને જનરલ ગોડાઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org