________________
પરિશિષ્ટ સુજાતખાનના બે ભાઈઓ – ઈબ્રાહીમકુલીબાન અને સુરતમઅલીબાને – નું મૃત્યુ નિપજાવવામાં પણ હમીદખાન સફળ થયે, તે આ રીતે? ઈબ્રાહીમલીખાન ૧૦મી ડિસેંબર ૧૭૨૪ ના રોજ અમદાવાદમાં હમીદખાનને મળવા જતાં હમીદખાને તેને ત્યાં જ પૂરી કરાવી દીધું. તે પછી રુસ્તમઅલીખાને પિલાજ ગાયકવાડ સાથે હાથ મિલાવીને હમીદખાનને વસો પાસે લડત આપી, પણ પિલાજ ગાયકવાડે રુસ્તમ અલીખાનને દગો દીધે તેથી રુસ્તમઅલીખાન પણ ૧૦ મી ફેબ્રુઆરી ૧૭૨૫ના દિવસે વિરચિત મૃત્યુ પામ્યા. - ઈ. સ. ૧૭૨૫ ના ફેબ્રુઆરી માસની ૧૯મી તારીખે વિજયી હમીદખાન તેના માઠા સાથીએ કંધાજી અને પિલાજી (કે જેણે રુસ્તમઅલીખાનને દશે દીધું હતું તેની સાથે અમદાવાદ શહેરમાં પાછા ફર્યા ત્યારે હમીદખાનના મરાઠા સાથીદારોએ શહેર લૂંટવાને પ્રયત્ન કર્યો. તે વખતે મરાઠાઓની લૂટમાંથી અમદાવાદ શહેરને બચાવવા માટે નગરશેઠ શ્રી ખુશાલચંદે પિતાના પૈસા અને જાનના જોખમે પ્રયત્ન કર્યો.
કેટલાક ઉલેખ પ્રમાણે નગરશેઠ ખુશાલચંદે હમદખાનને અમદાવાદ શહેરમાં પેસવામાં મદદ કરી. આ વાત કદાચ ખરી હોય તે પણ પાછળથી અમદાવાદ શહેરને મરાઠાઓની લૂંટમાંથી બચાવવાનું શ્રેય તે નગરશેઠ શ્રી ખુશાલચંદને જ જાય છે, જેના પરિણામ સ્વરૂપે અમદાવાદ શહેરના મહાજન તરફથી નગરશેઠ શ્રી ખુશાલચંદને ઐતિહાસિક દષ્ટિએ અગત્યને ગણી શકાય તેવા દસ્તાવેજ પ્રાપ્ત થાય છે, જેની વિગત આ પ્રમાણે છે:
અમદાવાદ શહેરના મહાજનના પ૩ જેટલા હિંદુ અને મુસલમાન વેપારીઓની સહીથી વિ. સં. ૧૭૮૧, શક સં. ૧૬૪૬, ના આ સુદ ૧૩ના દિવસે (એટલે કે તા. ૮ ઑકટોબર ૧૭૨૫ના દિવસે) લખાયેલ આ દસ્તાવેજ નગરશેઠ શ્રી ખુશાલચંદને ઉદ્દેશીને છે. આ દરતાવેજમાં ડચ, અંગ્રેજ અને ફ્રેંચ વેપારીઓની સહ નથી, પણ આ વેપારીઓએ પણ આ દસ્તાવેજની વિગતને સાથ આપે છે તેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org