________________
MAANWINTAS SALASPIDISEASONS
મંદિરને આ નામ મળ્યા બાદ સમસ્ત ટૂંક “વિમલવસહીની ટૂક” નામે અઢારમા શતકથી ઓળખાવા લાગી તેવું ફલિત થાય છે.
શત્રુંજય-શૈલ પરનાં મંદિરમાં આ સૌથી સુંદર છે. અંદર ત્રણ મુખ્ય મંદિર છે, અને ફરતી નાની નાની બહોતેર દેવકુલિકાઓ કરી છે. છેડા સ્થાનમાં પણ વિસ્તૃત અને અટપટું આયોજન કરનાર આ મંદિરનો રચયિતા અસાધારણ બુદ્ધિ અને કૌશલ ધરાવનાર સ્થપતિ
હોવો જોઈએ. પ્રાચીન પરિપાટીકારોએ પણ આ જિનભવનનાં ખૂબ શું વખાણ કર્યા છે. અને આજના કાળે તે તેની ગણતરી કેવળ શૈ
ગુજરાતના જ નહિ પણ સારાયે ભારતના દેવાલય-સ્થાપત્યનાં ઉત્તમ રત્નોમાં થઈ શકે તેમ છે.
મંદિરના પ્રવેશદ્વારે “મુખચતુષ્કી” (ચાકીઆળા) ની રચના કરી છે છે. અંદર પ્રવેશતાં મનોહર શિલ્પકારી-મંડિત સ્તંભે (ચિત્ર ૨) અને તે પર ટેકવેલ પદ્મશિલા-યુક્ત સુંદર છત સાથેનો “રંગમંડપ જેવા મળે છે. રંગમંડપ પછી “ગૂઢમંડપ” અને તે પછી “મૂલપ્રાસાદ” આવે છે, જેમાં મૂળ આદિનાથ પ્રતિષ્ઠિત હતા તેમ પ્રાચીન તીર્થ માળાઓના આધારે જાણી શકાય છે. ગૂઢમંડપનાં દ્વારોની અડખેપડખે સુંદર જાળીની કરણીવાળાં ખત્તકો (ગોખલાઓ) કાઢેલાં છે. ગૂઢમંડપના ઉત્તર-દક્ષિણ પડખાંઓનું, જુદાં કોરણીયુક્ત વિતાનથી, દેવકુલિકાઓ સાથે સંધાન કરી લીધું છે. પાછળના ભાગમાં “પંચમેરુ” ની અત્યંત મનોહર રચના છે. આજુબાજુ બે મોટી દેરીઓ છે, જેમાં, તીર્થ માળાઓનાં કથન અનુસાર, પાર્શ્વનાથ અને નેમિનાથ બિરાજમાન હતા. પંચમેરુ સાથે આ બંને દેરીઓને સાંધતી છતો પણ ‘નાગપાશ”, “રાસલીલા” આદિ સુશોભનોના કંડારથી શોભાયમાન કરી છે. પંચમેરુમાં નીચેનો ચોમુખ ભાગ ભોંયરામાંથી શરૂ થાય છે. ત્યાં ઊતરીને જવા માટે પગથિયાં કરેલાં છે. મેરુની જમણી બાજુએ નેમ-રાજુલની ચોરી કરી છે. આમ સમગ્ર રચના જેમ બહારથી નમણી લાગે છે, તેમ અંદરથી પણ ગંધર્વ સભા જેવી આભૂષિત અને ઘાટીલી છે.
ALLETAWAYSIAANACAXIASENAWewe MPANAN
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org