________________
તારંગાતીર્થ
મહાપીઠ કરવી જોઈએ તે વસ્તુ નથી. બન્ને ભિટ્ટ અલબત્ત અલંકૃત છે; તેમાં નીચલા પર કંકણપત્ર અને ઉપલા પર કંકણકમલની પંક્તિ કોરેલી છે.
૫
પીઠ પર વેદિબન્ધમાં જોઈએ તો ખુરકના ઉપલા ભાગમાં વસન્તપટ્ટીમાં ફીંડલાવાળી વેલ, અને ઉપર કુમ્ભના વચલા કિંવા ભદ્રના મોવાડ પર રથિકાઓમાં યક્ષ-યક્ષી, વિદ્યાદેવીઓ આદિની મૂર્તિઓ કરેલી છે (ચિત્ર ૧૧); અને પડખાની નાસિકાઓમાં અર્ધરત્નો કોરેલાં છે; જ્યારે રથિકાઓ ઉપર રત્નપટ્ટી કરી છે (ચિત્ર ૧૧). કુમ્ભ પછી આવતો કળશ સાદો કર્યો છે. તે પછી અંતરપટ્ટમાં હંમેશ મુજબની કુંજરાક્ષ(હાથીઓની આંખો)ની ભાત કોરેલી છે. ત્યારબાદ ઉપર ગગારક(ગગારા)વાળી કપોતપાલી (કેવાળ), આછેરી મંચિકા, અને તે પર શત્રુંજયના આદિનાથના મંદિરમાં છે તે પ્રમાણે રત્નપટ્ટનો થર લીધો છે (ચિત્ર ૧૦). તે પછી જંઘામાં દેવથર આવે છે, જેમાં નીચે રૂપધારા કરેલી છે. દેવથરની મૂર્તિઓ આ યુગના નિયમ અનુસાર પરિકર્મયુકત છે (ચિત્ર ૧૧). તેમાં કર્ણે દિક્પાલો અને પ્રતિરથોમાં યક્ષીઓ, વિદ્યાદેવીઓ આદિની મૂર્તિઓ દર્શાવી છે; અને પડખાઓમાં બન્ને બાજુ નૃત્યાંગનાઓ આવી રહેલી છે (ચિત્ર ૧૦). મધ્યભાગે મૂર્તિ-પરિકરની છાજલી ઉપર ઉદ્ગમ અને બન્ને બાજુ નાનેરાં તિલકો કરેલાં છે. આ ભાગની ખામી એ છે કે, મંચિકાનું કદ નાનું છે અને તેનું પરિકર્મની થાંભલીઓમાં તળિયે લુમ્બિઓ સમેત જોડાણ થવું ઘટે તે, રત્નપટ્ટ અને રૂપધારાની ઉપસ્થિતિથી થતા અવરોધથી, થઈ શકયું નથી. (આથી પ્રભાસના કુમારપાળ કારિત ઈ સ ૧૧૬૯ના સોમનાથના મંદિર જેવી શોભા બની શકી નથી અને દેવથર પણ ટૂંકો બની ગયો છે.) આ પછી અંતરપટ્ટ આવે છે, પણ તે ઉપર વાસ્તુના નિયમ પ્રમાણે ભરણી અને કેવાળ લેવાં ઘટે તે લીધાં નથી અને સીધી જ ઉપલી જંઘા લઈ લીધી છે. આ ઉપલી જંઘામાં વચ્ચે યક્ષ, યક્ષી, વિદ્યાદેવ્યાદિની પ્રતિમાઓ કંડારી છે, જ્યારે પડખલામાં ઊભાં ચીરેલાં સરસ રત્નો કોર્યાં છે (ચિત્ર ૧૦, ૧૫, ૧૬,). ત્યારબાદ અંતરપટ્ટ, તમાલપત્રની પટ્ટીવાળી ભરણી, કેવાળ, અંતરપટ્ટમાં રત્નપટ્ટી, તે પછી ગ્રાસપટ્ટીને બદલે વસંતપટ્ટિકા, ફરીને ઝીણું અંતરપટ્ટ અને તેમાં સૂક્ષ્મ રત્નપટ્ટી, અને ત્યારબાદ છાદ્ય લીધું છે. આ છાશ્વને ખૂણે ખૂણે ઘૂંટણ વાળેલા (ખડ્વયુકત કે અન્યથા) આકાશચારી વિદ્યાધરોની છૂટી મૂર્તિઓ ગોઠવી છે. તે પછી ફરીને કપોતપાલી અને વસંતપટ્ટિકાના થરો લઈ શિખરનો પ્રહાર ભાગ શરૂ કર્યો છે, જેની છાજલીના સંધાન ભાગોમાં ફરીને વિદ્યાધરોની મૂર્તિઓ મૂકી છે.
શિખરની વિગતો જોતાં પહેલાં પ્રાસાદના ભદ્રભાગની પીઠ ઉપરથી જુદી પડી જતી રચના વિષે જોઈ લઈએ. સાન્ધાર જાતિના પ્રાસાદોમાં હોય છે તેમ અહીં ત્રણ બાજુએ ભદ્રાવલોકનો (બેઠા ઝરૂખા) કર્યાં છે (ચિત્ર ૫), પણ તેમાં ઉપભદ્રો પણ કાઢ્યાં છે જે ઘટના વિરલ છે, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org