________________
[૪૨].
પ્રતિષ્ઠાને અહેવાલ ઉપસ્થિતિ રહેવાના હતા. અને શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના અનેક પદવી ધરે તથા મુનિવરે પણ આ પ્રસંગે પધારવાના હતા, એ કહેવાની જરૂર નથી.
આમંત્રણ પત્રિકા–આ પ્રતિષ્ઠા-મહોત્સવ નિમિત્તે વિ. સં. ૨૦૩રના પોષ વદિ ૧૪, તા. ૩૦-૧-૭૬, શુક્રવારથી માહ સુદિ ૮, તા. ૮-૨-૭૬, રવિવાર સુધીને ૧૦ દિવસને ધાર્મિક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યું હતું. એટલે એમાં ભાગ લેવા પધારવાની સમસ્ત શ્રીસંઘને વિનંતિ કરવા માટે પેઢી તરફથી શ્રીસંઘ આમંત્રણ પત્રિકા છપાવીને દેશભરમાં ઠેર ઠેર મેકલવામાં આવી હતી.
મહોત્સવની ઉજવણી માટે કમીટીઓની નિમણૂક–પ્રતિષ્ઠા-મહોત્સવ અંગે દેશભરના સંઘે માં જે અસાધારણ ઉત્સાહ પ્રવર્તતે જોવામાં આવતું હતું, એ ઉપરથી સ્પષ્ટ લાગતું હતું કે, આ મહોત્સવ ઘણું મેટા-વિરાટ રૂપમાં ઊજવાવાને છે, અને તેથી, એની ઉજવણીને સુવ્યસ્થિત અને સફળ બનાવવી હોય તે, એને માટે અનેક પ્રકારની કામગીરીને સરખી રીતે પહોંચી વળી શકે એવું સમર્થ વ્યવસ્થાતંત્ર ઊભું કર્યા વગર ચાલે એમ ન હતું. પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ તથા પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ આ માટે સતત ચિંતા સેવતા હતા અને અમદાવાદના સંઘના આગેવાનો અને કાર્યકરે સાથે અવારનવાર આ અંગે ચર્ચા-વિચારણા પણ કરતા રહેતા હતા.
આ બધાને અંતે, જુદાં જુદાં કામને આકાર-પ્રકાર નક્કી કરીને એને પહોંચી શકે એવા બાહોશ, નિષ્ઠાવાન અને શ્રમશીલ કાર્યકરનું એક એકરંગી જૂથ રચવા માટે અને જુદા જુદા કાર્યકરને જુદા જુદા પ્રકારની કામગીરીની જવાબદારીની સોંપણ કરવાની વિચારણા કરીને ઘટતો નિર્ણય કરવા માટે, તા. ૨૨-૧-૭૬ ને ગુરુવાર ના રેજ, અમદાવાદના આગેવાનો અને કાર્યકરની સભા, પેઢીના કાર્યાલયમાં, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના સાંનિધ્યમાં, બેલાવવામાં આવી હતી.
આ સભામાં બધી જાતની કામગીરીની વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, અને છેવટે નીચે મુજબ ૮ સમિતિઓની રચના કરવામાં આવી હતી, અને દરેક સમિતિના કન્વીનર નક્કી કરીને, દરેક સમિતિ પિતાની કામગીરી સરખી રીતે બજાવતી રહે, એની દેખરેખ રાખવાની જવાબદારી એમને સોંપવામાં આવી હતી–
(૧) મહોત્સવ સમિતિ (નવ સ); કન્વીનર, શ્રી ચંદ્રકાંત ચુનીલાલ મશરૂવાળા. (૨) ભજન સમિતિ (વીસ સ; કન્વીનર, શ્રી જયંતીલાલભાઈ ભાઉ. (૩) ઉતારા સમિતિ (સાત સભ્યો; કન્વીનર, શ્રી નંદલાલ ચુનીલાલ શાહ. (6) વિધિવિધાન સમિતિ (પાંચ સ; કન્વીનર, શ્રી ફૂલચંદ છગનલાલ સત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org