________________
[૪૦]
પ્રતિષ્ઠાને અહેવાલ પેઢી તરફથી તેમ જ સંઘમાન્ય શ્રમણ ભગવતે તરફથી જુદા જુદા સમયે પ્રગટ કરવામાં આવેલ આ નિવેદનને લીધે વિરોધનો વંટોળ સારા પ્રમાણમાં શમી ગયું હતું, વાતાવરણ ખૂબ સ્વચ્છ અને ઉલ્લાસમય બની ગયું હતું અને દેશભરના શ્રીસંઘમાં આ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વિશેષ ઉમંગ અને ઉત્સાહ જાગી ઊઠયા હતે.
પૂર્વતૈયારી આચાર્ય મહારાજને વિનંતિ–આ પ્રતિષ્ઠા-મહોત્સવ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વર મહારાજની શુભ નિશ્રામાં ઊજવવાનું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓએ નક્કી કરીને આચાર્ય મહારાજને એ માટે વિનંતિ કરી હતી; અને આચાર્ય મહારાજે એને સ્વીકાર પણ કર્યો હતો. આ પ્રમાણે નિર્ણય લેવાયા પછી, પાલીતાણું સમયસર પહોંચી જઈ શકાય એ માટે, આચાર્ય મહારાજે, પિતાના સાધુ-સમુદાય સાથે, અમદાવાદથી, વિ. સં. ૨૦૩૨ના માગસર વદ ૩, રવિવાર, તા. ૨૧-૧૨-૧૯૭૫ના રોજ વિહાર પણ કરી દીધો હતો. પણ ભવિતવ્યતાને યોગ કંઈક બીજે જે હશે એટલે, આ વિહાર દરમ્યાન જ, માગસર વદિ ૧૪, તા. ૩૧-૧૨-૧૯૭૫ ને બુધવારના રોજ સાંજના પ-૨૫ વાગતાં, તગડી મુકામે, તેઓ કાળધર્મ પામ્યા !
આ બનાવ સાવ અણધાર્યો બની ગયે, એટલે સૌને એ વજપાત જે વસ લાગે. અને ગિરિરાજની પ્રતિષ્ઠા માટેના વિહાર દરમ્યાન આ કરુણ ઘટના બનવા પામી તેથી શ્રીસંઘમાં વિશેષ ગમગીની પ્રસરી ગઈ. પણ હવે વાસ્તવિકતાને સ્વીકાર કે સામનો કર્યા વગર ચાલે એમ ન હતું. એમને અગ્નિસંસ્કાર ક્યાં કરે એની રાત્રે વિચારણા થઈ. એ માટે અમદાવાદ, ધંધુકા અને બેટાદ સંઘના અગ્રણીઓ પોતાની માગણી રજૂ કરવા તરત જ તગડીમાં એકત્ર થઈ ગયા હતા. આ ત્રણે ગામના અગ્રણીઓએ પોતાના શહેરમાં અંતિમ સંસ્કાર કરવાની વિનંતિ ભારપૂર્વક રજૂ કરી, સાથે સાથે તગડીને દરબાર વગેરેએ પણ આ માટેની બધી જાતની સગવડ કરી આપવા પોતાની પૂરી તૈયારી બતાવી. પણ છેવટે, બેટાદ એ આચાર્ય મહારાજની જન્મભૂમિ હોવાથી, બેટાદ સંઘની વિનંતિ માન્ય રહી. અને તે જ રાતના વહેલી સવારે આચાર્ય મહારાજના મૃત દેહને તગડીથી બેટાદ લઈ જઈ શકાય એવી બધી ગોઠવણ કરવામાં આવી. પરેઢીએ ચારેક વાગતાં તગડીથી રવાના થઈને ડોળીવાળાએ બપોરના બારેક વાગતાં બે ટાદ પહોંચ્યા ત્યારે આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું અને ગામમાં પાખી પાળવામાં આવી હતી. સાથે ચાર મુનિવરે પણ ૨૪ માઈલ જેટલું લાંબું વિહાર કરીને બેટાદ પહોંચી ગયા હતા. બપોરના ત્રણેક વાગતાં, હજારો લોકોની હાજરીમાં, મહારાજશ્રીની અંતિમ યાત્રા નીકળી હતી; અને એમાં ભાગ લેવા અનેક શહેરે તથા ગામનાં જૈન ભાઈ-બહેને બેટાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org