________________
પરિશિષ્ટ ૪: શેઠશ્રીની નિવૃત્તિ અને કાર્યકરનું બહુમાન
[૧૬૭] તમારા કુટુંબના પ્રતિકૂળ સંગ હોવા છતાં લાગલગટ પંદર દિવસના ઉજાગરા વેઠી, પ્રતિષ્ઠાના એકેક અંગમાં તમે પૂરું લક્ષ્ય આપી આ પ્રતિષ્ઠા મહોત્સવને શાસનની પ્રભાવના કરે તે દીપાવવામાં તમે પૂરેપૂરે પરિશ્રમ કર્યો છે. - આ પ્રતિષ્ઠા પ્રસંગે નીકળેલ ભવ્ય અજેડ વડે વરઘોડા સમિતિને આભારી છે. તેમ જ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રતિષ્ઠા, માહિતી અને પ્રચાર સમિતિએ વર્તમાનપત્રો, ચિત્ર, અને રેડિયે દ્વારા ખૂબ જ વધારી છે.
આ સર્વ કાર્યની યોજના તમારી કાર્યદક્ષતાને આભારી છે.
જૈન શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજજવળ છે તેની આપે સુંદર પ્રતીતિ કરાવી છે.
અંતે, તમારી શાસનસેવાને બિરદાવવા સાથે ઉત્તરોત્તર શાસનસેવાનાં આવાં ઘણું સુંદર કાર્યો તમારે હાથે થાય તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થનાપૂર્વક દીર્ધાયુ ઈચ્છી આ અભિનંદનપત્ર સમર્પણ કરીએ છીએ.
વિ. સં. ૨૦૩ર ફાગણ સુદ ૬, રવિવાર અમદાવાદ, તા. ૭-૩-૭૬
કસ્તુરભાઈ લાલભાઈ
પ્રમુખ શેઠ આણંદજી કલ્યાણજી
શ્રી શત્રુંજ્ય તીર્થપતિ ઋષભસ્વામિને નમ: શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં ૫૦૪ જિનેશ્વરભગવંતનાં બિના પ્રતિષ્ઠા સમારેહને શાસનપ્રભાવનાપૂર્વક સફળ રીતે ઊજવવા બદલ
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી
શ્રી બાબુલાલ મણિલાલ શાહને
અભિનંદનપત્ર સેવાભાવી શ્રી બાબુલાલ મણિલાલ શાહ !
શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદને પ્રતિષ્ઠા મહોત્સવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org