________________
[૧૫૪]
પ્રતિષ્ઠાને અહેવાલ અત્રે જૈન પ્રતિષ્ઠા મહોત્સવ અંગે આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી અભૂતપૂર્વ વરઘોડો શહેરમાં ફરી રહ્યો છે. વરઘેડામાં ગજરાજની, સોના-ચાંદી જડિત રથની, કીમતી મોટરની પરંપરા છે. વરઘોડામાં આચાર્ય શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી આદિ પંદરેક આચાર્યોની નિશ્રામાં આઠ જેટલા મુનિ ભગવંત (અને સાધ્વીજીઓ) છે. પ્રતિષ્ઠા મહોત્સવનું સહુથી આકર્ષક અંગ હોય તો તે ગરીબ અને મધ્યમ વર્ગના જેનોને પ્રભુપ્રતિમા પધરાવવાને અનુપમ લહાવો મળ્યો તે છે. આવો લહાવો જેમને સાંપડ્યા છે તેવા ગરીબ અને મધ્યમ વર્ગના જૈનોની આંખો હર્ષનાં આંસુથી છલકાતી જોવાય છે.
ધર્મશ્રદ્ધાળુ તાંબર જૈનોના વડા તીર્થ શત્રુંજય ઉપર, સાડાચારસો વર્ષ પછી, ભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવને મહાપ્રસંગ આવેલ હોઈ શત્રુંજયની છાયા આજે જૈનોથી ઊભરાઈ ગઈ છે, અને આદીશ્વર ભગવાનની જય” એ સૂત્રના પડઘા અને પડદા આખી ગિરિમાળ ઉપર પડી રહ્યા છે.
આ મહોત્સવનાં ગરવાં ધાર્મિક દશ્યોને જગત સમક્ષ મૂક્તા ટેલિવિઝનવાળા, રેડિયેવાળા અને ફોટોગ્રાફરોથી લઈ મશહુર મોટાં અખબારોના પ્રતિનિધિઓ શત્રુંજય આવી પહોંચ્યા છે. (તા. ૮-૨-૭૬)
ભાવવિભોર બની, તીર્થાધિરાજ શત્રુંજયગિરિશિખર પર જાયેલ જિનબિંબની ઐતિહાસિક પ્રતિષ્ઠાવિધિના પાવનકારી અવસરમાં ભાગ લેવા દેશભરમાંથી ઊમટેલા લાખો જૈન-જૈનતર લોકેના માનવમહેરામણે સાડાચાર વર્ષે આવેલા આ પ્રસંગને માર્યો હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રાવકશ્રાવિકાઓ તેમ જ જૈન સાધુ-સાધ્વીજીઓએ, અંતરના ઉલ્લાસ અને ઉમંગથી, ઊલટભેર હાજરી આપી પુણ્ય કાર્યની કમાણી કરી હતી.
મંગળ મંત્રોચ્ચારનાં પાવક ધ્વનિ-ઉચ્ચારણ વચ્ચે શત્રુંજય પર્વત પર, શ્રી દાદાની ટૂંકમાં, નવનિર્મિત બાવન જિનપ્રાસાદ તેમ જ અન્ય સ્થળોમાં, મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન સહિત ૫૦૪ જેટલાં જિનબિંબની પ્રતિષ્ઠાવિધિ લાખો ભાવિક જનની હાજરીમાં થવા પામી હતી.
આ જિનપ્રાસાદના દર્શનાર્થે ઊમટેલા માનવમહેરામણની, હૈયે હૈયું દળે એવા ઉમંગ સાથે, વહેલી સવારથી મોડી સાંજ સુધી આવનજાવન શત્રુંજય પર્વત પર સતત ચાલુ રહી હતી. ઉત્સવની રાત્રિએ પાલીતાણું નગર આખું રોશની અને ધજાપતાકા તથા આસોપાલવનાં તેરણથી સુશોભિત બન્યું હતું. જૈન સમાજ તરફથી જૈનશિરોમણિ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું આ પ્રસંગે જાહેર સન્માન કરાયું હતું. (તા. ૯-ર-૭૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org