________________
પાટણનાં જિનાલયો
ધર્મમૂર્તિસૂરીશ્વરવિજયઃ ।। તતઃ રાજ્યે શ્રી વણારીસ શ્રી: ગજલાભગણિ ઉપદેશેન કારિતાનિ જિનબિંબાનિ પ્રતિષ્ઠિતાનિ | શ્રી સંધેનઃ ચિર । નંદિતઃ શુભં ભવતુઃ । શ્રી શ્રી શ્રી''
ગર્ભદ્વાર એક જ છે. તેની આજુબાજુ બે નાની બારીઓ છે જે પૈકી એક બારી ઉપર્યુક્ત નિર્દેશિત દેવકુલિકામાં પડે છે. ગર્ભદ્વાર પાસે દીવાલ પર દેવીઓનાં શિલ્પો તથા તેની આજુબાજુ વિવિધ અંગભંગિમાઓ વાળાં શિલ્પો નજરે ચડે છે.
ગભારામાં મૂળનાયક ચંદ્રપ્રભુની ૨૩” ઊંચાઈવાળી પ્રતિમા બિરાજમાન છે. આમ છતાં આ ગભારો પુંડરીકસ્વામીના ગભારા તરીકે જાણીતો છે. ચંદ્રપ્રભુની જમણે ગભારે પુંડરીકસ્વામી સંભવતઃ છે કારણ તેનું લાંછન સ્પષ્ટપણે જોઈ શકાતું નથી, જ્યારે ડાબે ગભારે શાંતિનાથ બિરાજમાન છે. મૂળનાયક ચંદ્રપ્રભુની પ્રતિમાની કોણી અને પલાંઠી એક પથ્થરથી જોડાયેલા છે એ તેની વિશિષ્ટતા છે. ચંદ્રપ્રભુની એકદમ જમણી બાજુ નેમનાથ (શંખ લાંછન) અને ડાબી બાજુ વીસ વિહરમાનનો આરસનો પટ છે. આ પટ પરના લેખમાં સં ૧૬૨૪ વાંચી શકાય છે. અહીં બાર આરસપ્રતિમા અને એક ધાતુપ્રતિમા છે. અહીં પ્રતિમા પર લેખ નથી. ચંદ્રપ્રભસ્વામીનું આ જિનાલય પુંડરીકસ્વામીના જિનાલય તરીકે ઓળખાય છે અને ચૈત્રી પૂનમના દિવસે દેવવંદનવિધિ કરવા અત્રે શ્રાવકો આવે છે.
નેમનાથ
આદેશ્વરના જિનાલયની ઉપર, બીજા માળે નેમનાથનું નાનું જિનાલય આવેલું છે. અહીં ગભારામાં કુલ ત્રણ આરસપ્રતિમા બિરાજમાન છે. નેમનાથ ભગવાનની શ્યામલ પ્રતિમા ૧૭” ઊંચાઈ ધરાવે છે. અહીં પાર્શ્વયક્ષની શ્યામ આરસની મૂર્તિ છે. નેમનાથની ડાબી બાજુ ચંદ્રપ્રભુ બિરાજે છે. જમણી બાજુ બિરાજમાન પ્રભુનું નામ આપેલ નથી પણ તેનું લાંછન સંભવતઃ હાથીનું લાગે છે તેથી તે અજિતનાથ હોવા જોઈએ. અહીં એક યંત્રમાં પગલાંની એક જોડ છે.
આમ, અલગ અલગ ગર્ભગૃહમાં બિરાજમાન ત્રણ મૂળનાયક સાથેનું, બે મજલાવાળું સંયુક્ત જિનાલય તેની રચના, તેની કોતરણી અને શત્રુંજયની યાદ અપાવે તેવી આદેશ્વરપુંડરીકસ્વામીના સામસામેના ગભારાઓની રચના તથા એકીસાથે થતાં ત્રણે ચોવીસીનાં દર્શનને કારણે વિશિષ્ટ બન્યું છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ગોદડના પાડામાં ૧. આદેશ્વર (દોસી ગુણરાજના ઘરે) અને ૨. આદેશ્વર (વિસા નાથાના ઘરે) એમ કુલ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે જે પૈકી એક ઘરદેરાસર છે.
Jain Education International
૭૯
ગોદડનઇ પાડઇ આવીઇ
દોસી ગુણરાજ દેહરઇ સાર, મૂલનાયક શ્રી નાભિ મલ્હાર પ્રતિમા આઠ તિહાં જે કહી, વિસા નાથા ઘર આવ્યા સહી ૧૪
......
—
For Personal & Private Use Only
૧૩
www.jainelibrary.org