________________
૩૪
પાટણનાં જિનાલયો
પંચાસરા પાર્શ્વનાથના જિનાલયનું કંપાઉંડ, પીપળાશેરી ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૫૭૬ પૂર્વે)
શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિનાલયના વિશાળ કંપાઉંડમાં આવેલાં પાંચ જિનાલયોમાં આ ઘુમ્મટબંધી જિનાલયનો પણ સમાવેશ થાય છે. જિનાલયને બે દિશામાં બે પ્રવેશદ્વાર છે અને બંને દ્વારની સામે જ બે ગભારા પણ છે. જાણે કે બન્ને જિનાલય અલગ હોય અને રંગમંડપ એક જ હોય તેવું લાગે છે. જો કે જિનાલય ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલય તરીકે પ્રચલિત છે.
મુખ્ય પ્રવેશદ્વારની ઉપરની દીવાલો તથા થાંભલા પર સુંદર રંગીન કોતરણી છે. મુખ્ય ગભારાની બારસાખ, દ્વાર તેની ઉપરની અને આસપાસની દીવાલો પર લગાડેલ પિત્તળમાં સુંદર કોતરકામ કરેલું છે. અહીં મુખ્ય ગભારામાં ૧૯” ઊંચાઈ ધરાવતી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. મૂળનાયકની આજુબાજુ બે નવપદ યંત્ર લાખથી ચોંટાડેલા છે જે દૂરથી દેખાવમાં સુંદર લાગે છે. અહીં પાંચ આરસપ્રતિમા અને છવ્વીસ ધાતુપ્રતિમા છે. ઉપરાંત બુદ્ધ ભગવાનની ધાતુમૂર્તિ છે. ડાબે ગભારે શાંતિનાથ તથા જમણે ગભારે મુનિસુવ્રતસ્વામી બિરાજે છે. ઉપરાંત એક પથ્થરમાં જડી દીધેલ ચોવીસ તીર્થંકરોની ધાતુપ્રતિમાઓ છે.
રંગમંડપમાં મૂળનાયકની ડાબી બાજુ અન્ય ગભારામાં ૧૫" ઊંચાઈ ધરાવતી શાંતિનાથની પ્રતિમા બિરાજે છે. શાંતિનાથની પ્રતિમાના લાંછનની ઉપરના ભાગમાં ‘ઉદયસાગરસૂરિભિઃ’ એ મુજબનું લખાણ વાંચી શકાય છે. આ ગભારમાં કુલ છ આરસપ્રતિમા તથા સોળ ધાતુપ્રતિમા બિરાજે છે. અહીં ડાબે ગભારે ધર્મનાથ તથા જમણે ગભારે શાંતિનાથ બિરાજે છે. મૂળનાયક શાંતિનાથની ડાબી બાજુ સુમતિનાથની શ્યામ પ્રતિમા તથા જમણી બાજુ ચંદ્રપ્રભુ બિરાજે છે.
આ જિનાલયની બાજુમાં જ મહાવીરસ્વામીનું જિનાલય આવેલું છે.
ઐતિહાસિક સંદર્ભ
ચિંતામણિ પાર્શ્વનાથ તથા શાંતિનાથનું સંયુક્ત જિનાલય પંચાસરા તીર્થના કંપાઉંડમાં જ આવેલું છે. આ જિનાલય સં. ૧૫૭૬ થી સં. ૧૭૭૭ સુધી ચિંતામણિપાડો એ નામના નજીકમાં જ આવેલા વિસ્તારમાં વિદ્યમાન હતું. તે વિસ્તારમાં જૈનોની વસ્તી નહિવત્ થતા પંચાસરા પાર્શ્વનાથ તીર્થના કંપાઉંડમાં આજે વિદ્યમાન છે તે જિનાલયમાં આ જિનાલયની પ્રતિમાને મૂળનાયક તરીકે બિરાજમાન કર્યા.
Jain Education International
શાંતિનાથનું એક જિનાલય નજીકના જ વિસ્તારમાં આવેલા પીપલીયા પાડામાં કે પીપલાપાડામાં કે પીપલે નામના વિસ્તારમાં વિદ્યમાન હતું. આ વિસ્તારનું જિનાલય પણ પંચાસરા પાર્શ્વનાથ જિનાલયના કંપાઉંડમાં આવેલા જિનાલયમાં ખસેડવામાં આવ્યું હોવાની માહિતી સ્થાનિક તપાસમાં મળે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org