________________
પાટણનાં જિનાલયો
૩૧
પાર્શ્વનાથ પાસે આવેલ સાંઢી ગામે નૂતન જિનાલયમાં બિરાજમાન કરવા માટે તા. ૧૦-૬૯૬ના રોજ આપવામાં આવેલ છે. જમણે ગભારે શાંતિનાથ તથા ડાબે ગભારે ચંદ્રપ્રભુ બિરાજમાન છે. પ્રતિમાઓ ઘણી પ્રાચીન લાગે છે પરંતુ તેની પર કોઈ લેખ નથી તેથી અને તેની પ્રાચીનતાનો નિર્દેશ કરતો અન્ય કોઈ પુરાવો ઉપલબ્ધ નથી, તેથી તેની પ્રાચીનતા સાધાર દર્શાવી શકાતી નથી.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૦૮ તથા સં. ૨૦૧૦માં આ જિનાલયમાં ચૌમુખજીનો તથા પાર્શ્વનાથ માટે ભીડભંજનનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ એ ચૌમુખજી જોગીવાડાના શામળા પાર્શ્વનાથના જિનાલયમાં પધરાવવામાં આવ્યા છે.
પાર્શ્વનાથના જિનાલયનો ચૌમુખજી સાથેનો ઉલ્લેખ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. ઉપરાંત તે સમયે અજિતનાથનું જિનાલય પણ વિદ્યમાન હતું :
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં અજિતનાથના જિનાલયમાં ચૌમુખજીનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને પાર્શ્વનાથના જિનાલયનો અલગ ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ વિસ્તારને પ્રેમાદોસીની પોળ તરીકે દર્શાવ્યો છે :
પાટણમે પ્રભુ પ્રણમીઇ, શ્રી પંચાસરો પાસ. લલાનાં પોલેં પ્રેમા દોસી તણે, પ્રતાપે તેજ પ્રકાસ. ૩ લ. પાટણ પ્રાસાદ અજિત જિગંદનો, ચોમુખ પ્રતિમા ચ્યાર. લલાનાં સુંદર વૃક્ષ સણી તલૅ, બહુ જિન પ્રતિમા સાર. લલાનાં ૪ પાઠ
લઘુ પ્રાસાદ શ્રી શાંતજી ભેટતા ભાવઠ જાય. લ. . ચંદ્રપ્રભુ શ્રી પાસજી પ્રાસાદ દોય સુહાય..
૫ પાઠ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં અજિતનાથ તથા પાર્શ્વનાથ સાથેના ચૌમુખીનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
પાર્શ્વ ચિંતામણિ ચાજિતજિનપતિમત્રાહમૌચિત્યયુક્તઃ | નૌમિ શ્રી ધર્મનાથે વરતરનવલક્ષાભિધાન ચ પાર્શ્વ,
ચાતુર્મુખા સ્થિત ચામરનરનિકરેઃ સેવ્યમાન નિંદ્રમ્ //૮ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં અજિતનાથના જિનાલયનો ઉલ્લેખ થયો છે. પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. અજિતનાથ અને પાર્શ્વનાથનું સંયુક્ત જિનાલય હોવાની સંભાવના વિશેષ છે અને તે જિનાલયમાં ચૌમુખજી વિદ્યમાન હશે એટલે ક્યારેક અજિતનાથ સાથે ચૌમુખજીનો ઉલ્લેખ થયેલો છે તો ક્યારેક પાર્શ્વનાથ સાથે ચૌમુખજીનો ઉલ્લેખ થયેલો છે. સં૧૯૬૩માં અજિતનાથના જિનાલયમાં એકવીસ આરસપ્રતિમા અને આઠ ધાતુપ્રતિમા હતી. જિનાલય એક શિખરવાળું હોવાનું દર્શાવ્યું છે. જિનાલયની સ્થિતિ સારી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org