________________
પાટણનાં જિનાલયો
૨૯ શ્રી ચંદ્રપ્રભસ્વામીની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે.
ગર્ભગૃહના મુખ્ય દ્વારની શાખાઓ અને ઉત્તરંગોમાં સોળ વિદ્યાદેવીઓનાં સ્વરૂપો કોતરાયેલાં છે અને આરસનાં સર્વદ્વારમાં જૈન પ્રતિહારોનાં સ્વરૂપો દિશા પ્રમાણે કોતરાયેલાં છે, દ્વારનાં કમાડો પણ રજતજડિત અને કલામય બનાવાયાં છે.
દેરાસરના પ્રત્યેક સ્તંભો આરસના છે, તેમજ પ્રત્યેક દીવાલો આરસથી સુશોભિત બનાવાયેલી છે અને પ્રાસાદનું પીઠતળ પણ રંગબેરંગી આરસથી અલંકૃત છે.
મુખ્ય મંદિરને ફરતી દીવાલો કે જેને મંડોવર કહેવામાં આવે છે, તેના પ્રત્યેક થરો શિલ્પ કળાથી ભરપૂર નકશીવાળા બનાવાયા છે, જેમાં તીર્થકર ભગવંતોના કલ્યાણક આદિ જીવન પ્રસંગોનાં દશ્યો તથા દેવ દેવીઓ દેવાંગનાઓ દિક્પાલો ગંધર્વો કિન્નરો અને યક્ષો આદિનાં સુમનોરમ સ્વરૂપો કોતરાયેલાં છે. આ કામ અગિયારમી-બારમી સદીના કામનો ખ્યાલ આપે છે.
નૃત્યમંડપ અને તેની બને ચોકીઓ ઉપર સુંદર થરોવાળું ત્રિષટ કરવામાં આવ્યું છે અને ગૂઢમંડપ ઉપર કલામય સુંદર સમવર્ણા કરેલ છે અને તેની બન્ને તરફના ચોકિયાળા ઉપર પણ સુંદર પ્રકારની સમવર્ણ કરેલ છે. સમવર્ણાની જંઘામાં અનેક દેવ દેવીઓ યક્ષ યક્ષિણી આદિના સ્વરૂપો કોતરાયેલાં છે.’
મૂળ ગર્ભગૃહના વચલા પદમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની ઉપરનું શિખર સુંદર કલાથી અલંકૃત છે જેમાં એક મજલો (ભૂમિ) છે અને બાજુના બે પદ ઉપર સમવર્ણા કરવામાં આવેલી છે. આ સમવર્ણા અને શિખરને ફરતા મધ્યમાં કલામય ઝરૂખા કરેલા છે અને તેની જંઘામાં દેવ-દેવીઓનાં સ્વરૂપો કરેલાં છે.
ઉપરોક્ત મુખ્ય પ્રાસાદને ફરતી ૫૧ દેરીઓ છે. તે પણ કોતરકામથી યુક્ત છે. પ્રત્યેક દેરીઓની છતો વિવિધ પ્રકારના કોતરકામથી સુંદર બનાવવામાં આવી છે અને તેનાં શિખરો પણ સુંદર કળાથી અલંકૃત છે, જેમાં એક મજલો (ભૂમિ) છે અને ફરતા મધ્યમાં ઝરૂખાઓ છે.
ભવ્ય બાવન જિનાલય છે એ પ્રમાણે અદ્ભુત કારીગરીવાળું આ સંપૂર્ણ બાવન જિનાલય તેનાં ઉચ્ચ શિખરો ઉપર શોભતા કળશો અને ઉચ્ચ ધ્વજદંડો ઉપર લહેરાતી ધ્વજાઓથી ભવ્ય શોભી રહેલું છે. મંદ મંદ સંચરતા વાયુ વડે નૃત્ય કરતી ધ્વજાઓ જાણે પ્રભુના દર્શને આવતા ભાવુક જનોને આવકારનો સંકેત કરી રહી છે અને રણકાર કરતી ધ્વજદંડની ઘંટડીઓ જાણે પડકાર કરતી હોય તેમ પુણ્યભૂમિ પાટણમાં પ્રવેશ કરતા પાપને અટકાવી રહી છે.
પ્રાસાદની પીઠિકા ઊંચી કરવામાં આવી છે, જેની નીચે ભૂમિગૃહ છે અને જેના ગગનચુંબી શિખર ઉપર સુવર્ણ કળશ શોભી રહ્યો છે.
- જમીનની સપાટીથી આશરે ૭૫ ફૂટ ઊંચો તેમજ તેની વિરાટ કાયાથી ભવ્ય લાગતો તેમજ ચોમેર ફરતી દેરીઓની ઘટાથી સુઘટ દેખાતો આ પંચાસરા પ્રાસાદ જાણે મહાશય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org