________________
૩૮૮
પાટણનાં જિનાલયો
૧૨૧૮
૧૨૨૨
૧૨૨૫
૧૨૨૭
૧૨૨૮
૧૨૨૯ આસપાસ
૨. રાજા કુમારપાળે શ્રી જયસિંહસૂરિજીને અતિ આગ્રહપૂર્વક પાટણમાં ચાતુર્માસ પણ કરાવ્યું હતું. આ જિનભદ્રસૂરિએ મંત્રી યશોધવલના અમાત્યપણામાં તાડપત્ર ઉપર ‘કલ્પચૂર્ણિ' લખાવી.
કુમારપાલના રાજયમાં “પુષ્પમાલા'ની પ્રત તાડપત્ર પર લખાઈ. . મંત્રી આંબડે કુમારવિહારમાં ભ. શ્રી ઋષભદેવની ચાંદીની પ્રતિમા ભરાવી
સ્થાપન કરી હતી. ૨. મહામાત્ય કુમરસીહના સમયમાં શાંતિસૂરિકૃતિ પ્રા. “પૃથ્વીચંદ્રચરિત્ર'ની
રચના થઈ. – ૧. આ હેમચંદ્રસૂરિના હાથે મોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. રાજા કુમારપાલે
તેમાં મોટો લાભ લીધો. ૨. રાહડે આ દેવચંદ્રસૂરિકૃત ‘શાંતિનાથચરિત્ર' લખાવી. - આ હેમચંદ્રસૂરિએ અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠા કરાવી. તેમના હાથે
કરાયેલી આ પ્રતિષ્ઠાઓ છેલ્લી હતી. – આ હેમચંદ્રસૂરિ આ રામચંદ્રને પોતાની પાટ સોંપી સમાધિમાં રહી,
બ્રહ્મપ્રથી પ્રાણ છોડી કાલ કરી સ્વર્ગે ગયા. એ જ સાલમાં છ મહિના પછી રાજા કુમારપાલ પણ સ્વર્ગે ગયા. કુમારપાળે અષ્ટાપદ સમાન ૨૪ જિનાલયથી રમણીય, સુવર્ણ ધ્વજદંડોવાળું, ચંદ્રકાંતમય પાર્શ્વનાથની મૂલ પ્રતિભાવાળું ને તે ઉપરાંત સોના, રૂપા, તથા પિત્તળની અન્ય અનેક પ્રતિભાવાળું ‘કુમારવિહાર', પિતા ત્રિભુવનપાલના
સ્મરણાર્થે ઉત્રિભુવનવિહાર' નામનું ૭૨ જિનાલયવાળું મોટું મંદિર, તે સિવાય ૨૪ તીર્થકરનાં ૨૪ જુદાં જુદાં મંદિરો તેમજ ત્રિવિહાર' પ્રમુખ બીજા પણ ઘણા વિહારો એકલા પાટણમાં કરાવ્યાં. મલ્લવાદી આચાર્યે ધર્મોત્તર ટિપ્પનક રચ્યું. અજયપાલના રાજ્યમાં ધારાનગરીના નરપતિએ “નરપતિજયચર્યા' (સ્વરોદય) રચ્યો. તેમાં સ્વરો પરથી શુકન જોવા ને ખાસ કરી માન્ટિક યંત્રો વડે યુદ્ધમાં જય મેળવવા માટે શુકન જોવાની વાત છે. પૂનમિયાગચ્છના આ સુમતિસિંહસૂરિ પાટણ આવ્યા. તેમનાથી સાર્ધપૂનમિયાગચ્છ” નીકળ્યો. આ સોમપ્રભસૂરિએ સિદ્ધપાલ કવિની વ્યવસ્થાવાળા ઉપાશ્રયમાં રહીને ‘કુમારપાલપડિબોહો'ની રચના કરી. તેમણે “સુમતિનાહચરિય”, “સિજૂરપ્રકર', શૃંગારવૈરાગ્યતરંગિણી' વગેરે ગ્રંથો પણ રચ્યા.
૧૨૩૦ પહેલાં
૧૨૩૧
૧૨૩૨
૧૨૩૬
૧૨૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org