SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ પાટણનાં જિનાલયો ૧૧૯૩ ૩. યશોદેવસૂરિએ સોની નેમિચંદની પોષાળમાં પાક્ષિક સૂત્ર પર ર૭૦૦ શ્લોક પ્રમાણ સુખવિબોધા નામની વૃત્તિ રચી. ૧૧૮૧ દેવસૂરિનો દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથે વાદ થયો. ૧૧૮૨ – યશોદેવસૂરિએ સોની નેમિચંદની પોષાળમાં ‘પચ્ચખાણસરૂવ' રચ્યું. ૧૧૮૩ સિદ્ધરાજે “રાજવિહાર' જિનમંદિર બંધાવી તેમાં વૈ. સુ. ૧૨ના દિવસે ચાર ગચ્છના ચાર આચાર્યોએ સાથે મળી ભ૦ ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી. ૧૧૮૪ – આ ચક્રેશ્વરસૂરિએ માહ સુદિ ૧૧ને રવિવારે “જ્ઞાતાધર્મકથાંગ' વગેરે સૂત્રો તથા ટીકાઓ વગેરે ચાર પુસ્તકો લખાવ્યાં. ૧૧૮૫ શેઠ કપર્દિ શાહ(૨)એ દેરાસર બંધાવ્યું, આ જયસિંહ પાસે પ્રતિષ્ઠા કરાવી. ૧૧૮૬ – આ ભદ્રેશ્વરે “સાવયવયપરિગ્રહ પરિમાણ' (ગા. : ૯૪) ગ્રંથ રચ્યો. ૧૧૮૭ – ૧. શેઠ સિદ્ધરાજ પોરવાલ તથા પત્ની રાજિમતીએ કાર્તિક સુદી 2 ના રોજ આગમ, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે આગમનાં પુસ્તકો લખાવ્યાં. ૨. કાર્તિક સુદ ૬ના રોજ ભગવતીસૂત્રની વૃત્તિવાળું પુસ્તક સંવિજ્ઞવિહારી આ. ચકેશ્વરાચાર્યને વહોરાવ્યું. સિદ્ધરાજે માળવા જીતી પાટણમાં ધામધૂમથી પ્રવેશ કર્યો. આ. વીરસૂરિ, આ હેમચંદ્રસૂરિ અને બીજા આચાર્યો તથા વિદ્વાનોએ રાજાને વિવિધ આશીર્વાદથી વધાવ્યો. ૧૧૯૩ – હેમચંદ્રાચાર્યે સવાલાખ શ્લોક પ્રમાણ “સિદ્ધહૈમ' વ્યાકરણ ગ્રંથની રચના ના અરસામાં કરી. રાજા સિદ્ધરાજે આ ગ્રંથ હાથી ઉપર રાજદરબારમાં લાવી સમુચિત પૂજોપચાર કરી રાજકીય સરસ્વતી કોશમાં સ્થાપિત કર્યો. ૧૧૯૭ મંત્રી શાંતૂએ ૮૪ હજાર સોનૈયા ખર્ચા પોતાના ઘરને મુખ્ય પોષાળ બનાવી તેમાં સૌ પ્રથમ વાદિદેવસૂરિને પધરાવ્યા. ૧૧૯૯ – ૧. પં. લક્ષ્મણગણિ સાત દિવસનું અનશન કરી સ્વર્ગે ગયા. ૨. સિદ્ધરાજ કાર્તિક સુદ ૩ ના રોજ મરણ પામ્યો. ૩. કુમારપાલ આ હેમચંદ્રસૂરિના આશીર્વાદ મેળવી પાટણ આવ્યો અને | ગુજરાતનો રાજા બન્યો. ૧૧૯૯ – ૧. કુમારપાલના સમયમાં આ ર્યરક્ષિતસૂરિ પાટણ આવ્યા. પછી ૨. રાજા કુમારપાળે મુંગણી પટ્ટણના વણકરોને સિદ્ધપુર પાટણમાં વસવાટ કરવા આમંત્રણ આપ્યું. તેમને રાજય તરફથી કેટલીક સગવડો પણ આપી. આ રીતે સાલવી જ્ઞાતિએ પાટણમાં વસવાટ કર્યો. તે આજે પણ “સાલવી વાડા' તરીકે પ્રસિદ્ધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy