________________
પાટણનાં જિનાલયો
૨૬૧
સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારમાં ઉપર્યુક્ત સંયુક્ત જિનાલયની નોંધ પ્રાપ્ત થાય છે :
ત્રાંગડીઆનઈ પાડઈ આદિ જિણેસર, અઠાવીસ પ્રતિમા કહી એ
પદમપ્રભ જિન છઠ્ઠા વંદન કીજઇએ, સીઝઈ કાજ સઘલાં સહી એ ૯૦ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
ત્રાંગડિયા વાડામાંહી, ઋષભ સોહામણા રે. ઋષભ સો.
બિંબ ચાર ચાર કે, તિહાં જિનવર તણા રે, તિહાં જિન //પી. સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આદેશ્વર તથા પદ્મપ્રભુના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ મળે છે :
ત્રાંગડીયાવાડે નમું, આદિ જિનેસર દેવ,
પાસે પદ્મપ્રભુ તણા, પાય પ્રણમુ નિત્યમેવ. ૨. સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં આ વિસ્તારમાં એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે : ત્રાંગડીઈ પાડે એક દેહરો, સાને પાડે દોય.
સં. ૬ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં ટાંગડિયાવાડામાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબ મળે છે :
આદીશ્વરં ચ કિલ ટાંગડિયાખવાડે, શાંતિ નમામિ વિદિતાખિલલોકબોધમ્ |
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આદેશ્વરનું આ જિનાલય એક શિખરવાળું હોવાનું દર્શાવ્યું છે. જિનાલયમાં સોળ આરસપ્રતિમા તથા તેર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. પગલાંની સાત જોડનો પણ ઉલ્લેખ થયેલો છે. વહીવટદાર તરીકે શામગનલાલ ઘેલાચંદનો ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં બાર આરસપ્રતિમા તથા ચાળીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત શેઠ-શેઠાણીની આરસમૂર્તિઓનો પણ ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શેઠ ધરમચંદ ઉદેચંદની પેઢી હસ્તક હતો.
આજે જિનાલયમાં બાર આરસપ્રતિમા અને આડત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન છે. વહીવટ શેઠ ધરમચંદ અભેચંદની પેઢી હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૫૭૬ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org