________________
૨૫૮
પાટણનાં જિનાલયો
ભોગીલાલ સાંડેસરાના જણાવ્યા મુજબ – “આ જિનાલય તેમાંના કલામય કાષ્ઠ ઘુમ્મટ માટે વિખ્યાત હતું અને એ ઘુમ્મટ હાલ વડોદરાના મ્યુઝિયમમાં સચવાયેલો છે. જ્યારે અન્ય એક મત અનુસાર કાર્ડનો એ કલાત્મક મંડપ ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં સુરક્ષિત છે.
આ જિનાલયના ઉલ્લેખો અનેક કૃતિઓમાં મળે છે. તેની વિગતવાર નોંધ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિન દર્શન ગ્રંથ(ભા. ૧)માં મુનિ શ્રી જગવલ્લભવિજયજી મ. સા.એ નીચે મુજબ આપી છે :
સં. ૧૬૫૫ના આસો સુદ ૧૦ના દિને શ્રી પ્રેમવિજયે ગૂંથેલી ‘૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલામાં શ્રી વાડી પાર્શ્વનાથના નામની નોંધ મળે છે.
સં. ૧૬૫૬ના આસો વદ ૯ને મંગળવારે કવિ શ્રી નયસુંદરે રચેલાં “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં શ્રી વાડી પાર્શ્વનાથને વ્યાધિના વારક તરીકે ઓળખાવ્યા છે.
૧૭મી સદીમાં જ જિનરાજસૂરિએ શ્રી વાડીપુર પાર્શ્વનાથનું એક સ્તવન રચ્યું છે.
સં. ૧૬૬૭ના કવિવર શાંતિકુશલે “શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવનમાં શ્રી વાડી પાર્શ્વનાથને સાંભર્યા છે.
સં. ૧૬૮૯ના પોષ વદ ૧૦ના દિને સગુરુ શ્રી ગુણવિજયના શિષ્ય રચેલાં “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં તેમણે વાડી પાર્શ્વનાથનું પણ સ્મરણ કર્યું છે.
સં. ૧૭૨ ૧માં ઉપાડ શ્રી મેઘવિજયે ગૂંથેલી “શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં પણ શ્રી વાડી પાર્શ્વનાથનું નામ ગ્રંથિત થયું છે.
સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં વાડી પાર્શ્વનાથના ચૌમુખ જિનાલયનો ઉલ્લેખ થયો છે.
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ વાડી પાર્શ્વનાથ ચૌમુખજીનો ઉલ્લેખ થયેલો છે.
૧૮મી સદીમાં રચાયેલી “શ્રી વૃદ્ધિવિજયગણિરાસ'માં શ્રી સુખસાગર કવિએ મંગલાચરણ કરતાં શ્રી વાડી પાર્શ્વનાથને પણ નમસ્કાર કર્યા છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં વાડી પાર્શ્વનાથના જિનાલયને ઝવેરીવાડા વિસ્તારમાં શિખર વિનાનું હોવાનું દર્શાવ્યું છે. જિનાલયમાં ચૌદ આરસપ્રતિમા અને ઓગણત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલય જીર્ણ અવસ્થાવાળું હતું. ત્યારબાદ જિનાલયનો પુનરુદ્ધાર સં. ૧૯૬૪માં શરૂ થયો અને સં૧૯૭૪માં તેની પુનઃપ્રતિષ્ઠા થઈ. જીર્ણોદ્ધાર પૂર્વે આ જિનાલય કાષ્ઠની કોતરણીનો એક વિરલ અને અનુપમ નમૂનો હતું. આ જિનાલયમાંની કાષ્ઠ કલા-કારીગરીને કારણે ગુજરાતની કાષ્ઠકલાની ખ્યાતિ પરદેશ સુધી પહોંચી હતી. પરદેશી વિદ્વાનોએ પણ આ કાષ્ઠકલાકારીગરીના ભરપેટ વખાણ કર્યા છે. આવી અનુપમ કાષ્ઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org