________________
૨૧૪
પાટણનાં જિનાલયો
| |/૧૫
: '
અને નમિનાથ તથા ડાબી બાજુ મુનિસુવ્રતસ્વામી અને આદેશ્વરની પ્રતિમા છે. મૂળનાયકની પ્રતિમાના પરિકર પરના લેખમાં “સંવત ૨૦૨૨ વર્ષે મહા માસે કૃષ્ણ પક્ષે દસમી બૃહસ્પતિવારે મહેતા ... પાટક પરિવાર........ શ્રી પુણ્યવિજયજી દ્વારા ...” આટલું લખાણ સ્પષ્ટ વાંચી શકાય છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં સૌ પ્રથમ વાર મળે છે. ઉપરાંત સં૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પારેખ જગુના પાડામાં ટાંકલા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
પારિખજગુના પાડામાંહિ, ટાંકલો પાસ વિરાજે જી | પ્રતિમા ચોત્રીસ ચતુર તુમ વંદો, દાલિદ્ર દૂખને ભાજે જી |
મહિમા જગમાંહિ ગાજે જી તથા સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ટાંકલવાડામાં ટાંકલા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
ટાંકલવાડે ભેટીયા, જગજીવન જિનરાજ,
ટાંકલ પાસ જોહારતાં, સફલ દિવસ થયો આજ. સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં ડંકમહેતાના પાડામાં ટાંકલા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
શાંતિ નૌમીહ ભજ્યા જિનપતિમમાં ડંકમેતાહૃપાડે,
કર્માધિધ્વસવીર સકલજનહિત ટાંકલાપાર્શ્વનાથમેં , સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ટાંકલા પાર્શ્વનાથના જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં ચાર આરસપ્રતિમા અને પાંચ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત પગલાંની એક જોડ પણ હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી હોવાનું દર્શાવ્યું છે. | જિનાલયમાં ચાર આરસપ્રતિમા અને પાંચ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. તે સમયે કાચનું સામાન્ય કામ તથા લાકડાની થાંભલીઓનો નિર્દેશ પણ કર્યો છે. વહીવટ અમૃતલાલ સૂરજમલ ઝવેરી હસ્તક હતો.
સં. ૨૦૨૨માં પુન:પ્રતિષ્ઠા થઈ છે. વહીવટ આ વિસ્તારમાં રહેતા જયરાજભાઈ કાંતિલાલ ઝવેરી હસ્તક છે.
સં. ૧૭૨૯માં દર્શાવેલો પારેખ જગુનો પાડો વિસ્તાર તથા સં૧૭૭૭માં દર્શાવેલો ટાંકલવાડો આજના ડંકમહેતાના પાડાના વિસ્તારથી જુદા છે. ઉપરાંત સં૧૯૫૫માં કવિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org