________________
પાટણની જૈન પરંપરા
જૈન સંસ્કૃતિનો પ્રભાવ ગુજરાતના પ્રજાજીવન પર સૈકાઓથી સતત રહ્યો છે અને જૈન સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર પાટણ રહ્યું છે. તેથી ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ સમજવાની ચાવી પાટણની જૈન પરંપરામાં પ્રાપ્ત થાય છે.
અણહિલ નામના ભરવાડે બતાવેલા લાખારામ નામના સ્થળે જૈન શ્રેષ્ઠી ચાંપાની સલાહથી નાગેન્દ્રગચ્છના જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિએ વિ. સં. ૮૦૨ના વૈશાખ સુદિ ૩ને સોમવારે જૈન મંત્રોથી એક નગરની સ્થાપના કરી, જેનું નામ “અણહિલ્લપુર પાટણ' રાખવામાં આવ્યું. ગુજરાતની પાટનગરી બનવાનું સૌભાગ્ય અને શિરે લખાયું હતું. સં૮૨૧ના વૈશાખ સુદિ ૩ને સોમવારે શ્રાવિકા શ્રીદેવીએ પ્રતાપી વનરાજના પુણ્યશાળી લલાટે રાજતિલક કરેલું અને તે ગુજરાતની ગાદીએ આરૂઢ થયો.
જૈન મંત્રોના ગુંજારવથી કોઈ નગરની સ્થાપના થઈ હોય તેવું જવલંત ઉદાહરણ ઇતિહાસમાં આ એક માત્ર પ્રાપ્ત થાય છે. જૈનાચાર્યના હાથે શુભ ઘડીએ થયેલી આ નગરસ્થાપના અને શ્રીદેવી શ્રાવિકાએ કરેલા આ રાજતિલકમાં ગુજરાતના રાજકીય અને ધાર્મિક ઇતિહાસના સુવર્ણયુગનાં બીજ રોપાયાં છે.
સં. ૮૦૨માં વનરાજ ચાવડાએ વૈશાખ માસમાં અણહિલપુર પાટણનું શિલારોપણ કરી, ગુજરાતના મહાન સામ્રાજ્યનો પાયો નાંખ્યો એ ઘટના અને ત્યારબાદ જૈન શાસનના પ્રભાવની અનેક વિજયવંત ઘટનાઓ બની. તે પૈકી કેટલીક મહત્ત્વની ઘટનાઓ પાટણની જૈન પરંપરાની એક આછેરી ઝલકનો નિર્દેશ કરે છે.
પાટણમાં વનરાજ ચાવડાએ સં. ૮૦૨માં “વનરાજવિહાર' બનાવી તેમાં પંચાસરથી લાવેલ ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ વિદ્યાધરગચ્છના શ્રાવક નીનાશેઠે પાટણમાં ભગવાન ઋષભદેવનું મોટું મંદિર બંધાવ્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org